વડોદરા પાસે અકસ્માતમાં 3ના મોત, જોનારામાં વ્યાપી ગઈ અરેરાટી

 વડોદરાના કરજણ પાસે વિચિત્ર અકસ્માત થયો હતો. બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે રસ્તા પર એવો માહોલ સર્જાયો હતો કે, લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. 

વડોદરા પાસે અકસ્માતમાં 3ના મોત, જોનારામાં વ્યાપી ગઈ અરેરાટી

વડોદરા/ગુજરાત : વડોદરાના કરજણ પાસે વિચિત્ર અકસ્માત થયો હતો. બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે રસ્તા પર એવો માહોલ સર્જાયો હતો કે, લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. 

vadodaraAccident.jpg

પ્રાપ્ત માહિતી અનુસાર, કરજણના મિયાગામ આમોદ રોડ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક અને ટ્રક સામસામે ભટકાયા હતા. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ત્રણેય યુવાનો ગાડી નીચે એટલી ગંદી રીતે કચડાયા હતા કે, ત્યાંથી પસાર થનારા દરેકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માત બાદ કરજણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ મૃતકોને કરજણ હોસ્પિટલ ખાતે 108 દ્વારા લઈ જવાયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news