હિંમતનગર-વિજાપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, બેને ઈજા
હિમંતનગર-વિજાપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.
Trending Photos
સાબરકાંઠાઃ હિમંતનગર-વિજાપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. તો બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. હડીયોલ પુલ છાપરિયા વિસ્તારમાં મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગર-વિજાપુર રોડ પર બાઇક અને કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે તો બે વ્યક્તિને ઈજા પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો કાર ચાલક હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયો હતો. પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories