પંચમહાલના કાલોલ નજીક ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

એક ટેમ્પો મજૂરોને ભરીને જઈ રહ્યો હતો આ દરમિયાન બાઇક સાથે તેની ટક્કર થઈ હતી.   

Updated By: May 25, 2020, 08:52 PM IST
પંચમહાલના કાલોલ નજીક ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

જયેન્દ્ર ભોઈ/ પંચમહાલઃ પંચમહાલના કાલોલના આંટા ગામ નજીક અકસ્માત સર્જાયો છે. બાઈક અને ટેમ્પો વચ્ચે આ અકસ્માત થયો હતો. જેમાં ઘટના સ્થળે બે લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ હોસ્ટિલમાં વધુ એકનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જે ટેમ્પાનો અકસ્માત થયો તેમાં મજૂર ભરેલા હતા. ટેમ્પાએ બાઇકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. 

પ્રાપ્ત વિગત અનુસાર એક ટેમ્પો મજૂરોને ભરીને કંપનીએ કામ માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ટેમ્પા અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ઘટના સ્થળે બાઇક ચાલક અને એક મજૂરનું મૃત્યુ થયું હતું. જ્યારે બે લોકોને ઈજા થતાં વડોદરા ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. આ અત્યાર સુધી અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. 

આ ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસિબે ટેમ્પામાં મજૂરો ભરેલા હતા. પરંતુ મોટી દૂર્ઘટના ટળી છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube