વડોદરા કોર્ટમાં આરોપીએ ત્રીજા માળથી છલાંગ લગાવી, ચેક બાઉન્સનો હતો આરોપ

વડોદરાની કોર્ટમાં કોર્ટના ત્રીજા માળે પોલીસ જાપ્તામાં આવેલા આધેડે મોતની છલાંગ લગાવી છે. ચેક બાઉન્સ કેસમાં પાણીગેટ પોલીસ અને એસ.આર.પી જવાનના જાપ્તામાં પ્રવિણસિંહને કોર્ટમાં રજૂ કરાયા હતા. વર્ષ 2019 માં તેમણે સહકર્મચારી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે તેઓ પાસેથી રૂ. 10 લાખના ચેક લઇ લેવામાં આવ્યા હતા. આર્થિક સંકડામણથી હતાશ થઇ રેલવેના કર્મીએ જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. પ્રવિણસિંહને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વડોદરા કોર્ટમાં આરોપીએ ત્રીજા માળથી છલાંગ લગાવી, ચેક બાઉન્સનો હતો આરોપ

જયંતી સોલંકી/વડોદરા :વડોદરાની કોર્ટમાં કોર્ટના ત્રીજા માળે પોલીસ જાપ્તામાં આવેલા આધેડે મોતની છલાંગ લગાવી છે. ચેક બાઉન્સ કેસમાં પાણીગેટ પોલીસ અને એસ.આર.પી જવાનના જાપ્તામાં પ્રવિણસિંહને કોર્ટમાં રજૂ કરાયા હતા. વર્ષ 2019 માં તેમણે સહકર્મચારી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે તેઓ પાસેથી રૂ. 10 લાખના ચેક લઇ લેવામાં આવ્યા હતા. આર્થિક સંકડામણથી હતાશ થઇ રેલવેના કર્મીએ જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. પ્રવિણસિંહને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બન્યુ એમ હતું કે, પ્રવીણસિંહ મહિડા થોડા સમય પહેલા જ રેલવે વિભાગમાંથી વીઆરએસ લઈને નિવૃત્ત થયા હતા. તેમણે રેલવેમાં કામ કરતા પોતાના સહકર્મચારી હિતેશભાઈ પાઠક પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા. તેની સામે હિતેશ પાઠકે દસ લાખ રૂપિયા લીધા હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી તેમની ધરપકડ કરવામા આવી હતી. બુધવારન રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 

પ્રવીણસિંહ મહિડા સામે ચેક બાઉન્સનો કેસ ચાલતો હતો. તેથી તેમને બુધવારે કોર્ટમા રજૂ કરાયા હતા, ત્યારે તેઓ પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા હતા. પોલીસ કર્મચારીઓ કંઈ સમજે તે પહેલા તેમણે ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ સમયે તેમનો દીકરો અને પત્ની પણ કોર્ટમાં હાજર હતા.

ઘટના બનતા જ કોર્ટ પરિસરમાં તમામ લોકો એકઠા થઈ ગયા હતા. પ્રવીણસિંહ મહિડાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમને ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news