અમદાવાદના ઓઢવમાં 17 લાખની કિંમતના 51 મોબાઇલ ફોનની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

ઓઢવ વિસ્તારમાં આવેલી એક મોબાઇલની દુકાનમાં બે વખત ચોરી થઈ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હવે પોલીતે તેના એક આરોપીની ધરપકડ કરી છે. 

અમદાવાદના ઓઢવમાં 17 લાખની કિંમતના 51 મોબાઇલ ફોનની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં મોબાઇલ ફોનના શો-રૂમમાંથી લાખો રૂપિયાના મોંઘા મોબાઇલની ચીરોનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે.

સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટના
ઘટનાની વિગત અનુસાર મહેન્દ્ર ગૌતમ નામનો આરોપી ઓઢવ વિસ્તારમાં એક જ દુકાનમાં બે વખત મોબાઇલ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. આરોપી મહેન્દ્ર અમદાવાદના ઓઢવ જીઆઈડીસી વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશનો છો. મહેન્દ્ર 1,70,0000 થી વધુ કિંમત 51 જેટલા મોબાઈલ ચોરીને ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. 

આ રીતે ચોરીની ઘટનાને આપતા હતા અંજામ
આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો મહેન્દ્ર અને તેનો મિત્ર રાજેશ રાઠોડ બંને સાથે મળીને રાત્રિના સમયે દુકાનની છત ઉપર જઈ શટરની જાળી કટર વડે કાપી દુકાનમાં પ્રવેશતા હતા.  દુકાનના શોકેસમાં ગોઠવેલા નવા પેટીપેક મોબાઈલ અને જૂના મોબાઇલની ચોરી કરી સાથે રાખેલી સ્કૂલ બેગ અને થેલામાં ચોરી કરેલ મોબાઈલ લઈને ફરાર થઈ જતાં હતા. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ તપાસ શરૂ કરતા આરોપી ક્રાઇમ બ્રાન્ચના સંકજામાં આવી ગયા છે.

હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દુકાનની બે ચોરીના ભેદ ઉકેલી વોન્ટેડ આરોપી રાજેશ રાઠોડને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.. આરોપી રાજેશની ધરપકડ બાદ વધુ ખુલાસા સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news