ADR રિપોર્ટઃ જિગ્નેશ મેવાણી સહિત આ છે આવક ન જાહેર કરનારા 21 ધારાસભ્યો
ગુજરાતના કુલ 161 ધારાસભ્યોએ પોતાની આવક જાહેર કરી છે. સૌથી વધુ આવક વઢવાણના ભાજપના ધારાસભ્યની છે.
Trending Photos
અમદાવાદઃ એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મસ (ADR) દ્વારા ધારાસભ્યોની આવકને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના પરીપેક્ષમાં જોવામાં આવે તો ગુજરાતના 182 ધારાસભ્યો પૈકી 161 ધારાસભ્યોએ પોતની આવકને સોગંધનામાંમાં દર્શાવી છે અને રાજ્યના 21 ધારાસભ્યોએ પોતાની આવક જાહેર કરી નથી. ગુજરાતના 161 ધારાસભ્યોની વાર્ષિક સરેરાશ આવક 18.80 લાખ છે. જેમાં વઢવાણના ભાજપના ધારાસભ્ય ધનજી પટેલની વાર્ષિક આવક સૌથી વધારે 3.90 કરોડની છે.
આવક જાહેર ન કરનારા 21 ધારાસભ્યો
ધારાસભ્ય મતવિસ્તાર પક્ષ
ગોહિલ રાજેશકુમાર ધ્રાંગધ્રા કોંગ્રેસ
મહેશકુમાર રાવલ ખંભાત ભાજપ
કાંતિભાઈ ખરેડી દાંતા કોંગ્રેસ
ભૂરિયા શિવાભાઈ દિયોદર કોંગ્રેસ
જિગ્નેશ મેવાણી વડગામ અપક્ષ
ગેનીબેન ઠાકોર વાવ કોંગ્રેસ
છોટુ વસાવા ઝઘડિયા બીટીપી
બારૈયા ભીખાભાઈ પાલિતાણા ભાજપ
શૈલેષ ભાભોર લિમખેડા ભાજપ
મોહનલાલ વાળા કોડિનાર કોંગ્રેસ
જોષી ભિખાભાઈ જૂનાગઢ કોંગ્રેસ
દેવાભાઈ મામલ કેશોદ ભાજપ
બાબુભાઈ વાજા માંગરોળ કોંગ્રેસ
પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા કોંગ્રેસ
ઈન્દ્રજીત સિંહ પરમાર મહુવા કોંગ્રેસ
અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદ ભાજપ
રતનસિંહ રાઠોડ લુણાવાડા કોંગ્રેસ
લલિત વસોયા ધોરાજી કોંગ્રેસ
ગીતાબા જાડેજા ગોંડલ ભાજપ
લાખા સાગરઠિયા રાજકોટ ગ્રામ્ય ભાજપ
ઈશ્વર પરમાર બારડોલી ભાજપ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે