ગોંડલ બાદ હવે રાજકોટના લોકમેળામાં દુર્ઘટના, સેફટી લોક ખુલી જતાં યુવક પટકાયો

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ખાતે ચાલી રહેલા લોકમેળામાં એક દુર્ઘટના સર્જાઇ છે. જોકે આ દુર્ઘટનામાં કોઇજાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડમાં બેઠેલા યુવકની રાઇડની સેફ્ટી લોક ખુલી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે.

ગોંડલ બાદ હવે રાજકોટના લોકમેળામાં દુર્ઘટના, સેફટી લોક ખુલી જતાં યુવક પટકાયો

ગૌરવ દવે, રાજકોટ: સૌરાષ્ટ્રવાસીઓ માટે રુંડો અવસર આવ્યો છે, કારણ કે કોરોનાના બે વર્ષ બાદ લોકમેળા ખુલ્લા મુકવામાં આવ્યા છે. પાંચ દિવસ વિવિધ જિલ્લામાં લોકમેળા ચાલશે. ત્યારે સૌરાષ્ટ્રના લોકો આ મજા માણવા ઉમટી પડે છે. સૌરાષ્ટ્રમાં આખુ વર્ષ આ લોકમેળાની આતુરતાથી રાહ જોવાતી હોય છે. તેમના માટે આ તહેવાર દિવાળી કરતા પણ મોટો ગણાય છે. ત્યારે ખુશીના અવસરમાં ગોંડલ બાદ હવે રાજકોટમાં દુર્ઘટના સર્જાઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. 

મેળામાં વિવિધ પ્રકારની રાઇડ્સ હોય છે. જેની મજા માણવા માટે લોકો ઉમટી પડે છે. પરંતુ કેટલીક વાર માલિકો દ્વારા સેફ્ટીની અવગણના કરતા હોય છે. જેના કારણે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે. તાજેતરમાં રાજકોટમાં ચાલી રહેલા લોકમેળામાં સેફ્ટીને લઇને બેદરકારીનો કિસ્સો આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ખાતે ચાલી રહેલા લોકમેળામાં એક દુર્ઘટના સર્જાઇ છે. જોકે આ દુર્ઘટનામાં કોઇજાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડમાં બેઠેલા યુવકની રાઇડની સેફ્ટી લોક ખુલી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે. જેને લીધે યુવકને ઇજાઓ પહોંચી છે. ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અને હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ચારેતરફ લોકમેળાનો હર્ષ છવાયેલો છે. લોકો ઉત્સવના ઉન્માદમાં છે. લોકમેળામાં ઉમેટલી ભીડ બતાવે છે કે લોકો કેવી આતુરતાથી લોકમેળાની રાહ જોઈ રહ્યા હતા. આવામાં ગોંડલના લોકમેળામાં ગુરુવારે બે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગોંડલના લોકમેળામાં 2 વ્યક્તિઓનું વીજકરંટ લાગતા મોત નિપજ્યુ છે. તો ચાલુ રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો. જે ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.

યુવકને બચાવવા જતા કર્મચારીએ જીવ ગુમાવ્યો
ગોંડલ શહેરમાં રહેતા અને ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટ નામના યુવાનને મેળામાં વીજ કરંટ લાગ્યો હતો. જેથી તે જમીન પર પડી ગયા હતા. તેને બચાવવા નગરપાલિકા ફાયર સ્ટેશનના કર્મચારી નરશીભાઈ ભૂદાજી ઠાકોર જતા તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો. બંને ગંભીર રીતે ઘાયલ થયા બાદ મોતને ભેટ્યા હતા. 

રાઈડમાંથી શખ્સ પડકાયો
ગોંડલના લોકમેળામાં એક દિવસમાં બીજી પણ એક દુર્ઘટના બની હતી. ચાલુ રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો. નીચે પટકાયેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news