પ્રેમિકા સાથે ખેતરમાં વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા બાદ હત્યા કરી પ્રેમીએ લાશ ઝાડીમાં ફેંકી

બે સંતાનોના પિતાને સગીર પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પોતાના જ હાથે ઝેરી દવા પીવડાવી હત્યા કરી છે. આરોપી હત્યા બાદ લાશ ઝાડીમાં ફેંકી હતી. ત્યાર બાદ રખિયાલ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી દિલીપ ઉર્ફે બોબો ઠાકોરને ઝડપી લીધો છે. પરણિત પ્રેમી પોતાની સગીર પ્રેમિકાનું અપહરણ કરીને ખેતરમાં લઇ ગયો હતો. 

પ્રેમિકા સાથે ખેતરમાં વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા બાદ હત્યા કરી પ્રેમીએ લાશ ઝાડીમાં ફેંકી

ઉદય રંજન/અમદાવાદ : બે સંતાનોના પિતાને સગીર પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પોતાના જ હાથે ઝેરી દવા પીવડાવી હત્યા કરી છે. આરોપી હત્યા બાદ લાશ ઝાડીમાં ફેંકી હતી. ત્યાર બાદ રખિયાલ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી દિલીપ ઉર્ફે બોબો ઠાકોરને ઝડપી લીધો છે. પરણિત પ્રેમી પોતાની સગીર પ્રેમિકાનું અપહરણ કરીને ખેતરમાં લઇ ગયો હતો. 

ખેતરમાં યુવકે સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ સગીરાએ લગ્ન કરવાની વાત કરતા આરોપી યુવતીની હત્યા કરીને તેની લાશ ઓઢવ રિંગરોડ પર નાખીને ફરાર થઇ ગયો હતો. રખિયાલ પોલીસના અનુસાર આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો. આરોપી સગીરાનું અપહરણ કરીને ફરાર થઇ ગયો હતો. અપહરણનો ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી અને પુછપરછ કરતા પ્રેમિકાની હત્યા કરી લાશ રિંગ રોડ પર ફેંકી દીધી હતી. 

શહેરમાં રખિયાલ વિસ્તારમાં 15 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. આ પરિવાર પહેલા દસક્રોઇ તાલુકાના હુકા ગામે રહેતો હતો. ગામમાં રહેતા દિલીપ ઉર્ફે બોબો ઠાકોરને સગીરા સાથે પ્રેમ સંબંધ હતો. સગીરાના લગ્ન નક્કી થતા ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. દિલીપ રખિયાલ આવી સગીરાને તેની બાઇક પર લઇ ગયો હતો. 

આરોપી દિલીપે પહેલાથી જ જંતુનાશક દવા ખરીદી રાખી હતી. સગીરાને અલગ અલગ સ્થળો પર લઇ જઇને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ ઝેરી દવા તેને પીણામાં પીવડાવીને તેની હત્યા કરીને લાશને રિંગ રોડ ખાતે આવેલી ઝાડીઓમાં ફેંકીને ફરાર થઇ ગયો હતો. પોતે લગ્ન કરેલા હોવાથી આ યુવતીને અપનાવી શકે તેમ નહી હોવાથી આ પગલું ભર્યું હોવાનું તેણે કબુલ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news