પથ્થરમારા બાદ સુરતમાં ગણેશ પંડાલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 32 પોઈન્ટ પર 200થી વધુ કર્મીઓ તહેનાત

સુરતમાં રવિવારે અચાનક માહોલ ખરાબ થયો, જ્યારે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૈયદપુરામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.
 

પથ્થરમારા બાદ સુરતમાં ગણેશ પંડાલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 32 પોઈન્ટ પર 200થી વધુ કર્મીઓ તહેનાત

પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરતના સૈયદપુરામાં પથ્થરબાજી પછી ગણેશ પંડાલોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૈયદપુરાના ચાર કિલોમીટર 32 પોઈન્ટ પર 200થી પણ વધુ પોલીસકર્મી રાત-દિવસ ખડેપગે છે. સૈયદપુરામાં અલગ અલગ પંડાલોમાં પાંચ પોલીસની ટીમને તહેનાત કરાઈ છે. જેમાં PSI, કોન્સ્ટેબલ સહિત SRPના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ રાત-દિવસ ધ્યાન રાખી રહી છે. પોલીસની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભક્તો ગણેશજીની પૂજા-અર્ચના કરી રહ્યા છે. ગણેશ પંડાલમાં થયેલી પથ્થરમારાની ઘટના પછી પોલીસ એકશનમાં આવી ગઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશોત્સવ ઉજવાય તે માટે ખડેપગે છે.

સુરતના સૈયદપુરામાં ગણપતિના પંડાલ પર પથ્થમારો કરનારા સગીર સહીત 28 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. સૈયદપુરા વરિયાવી બજારમાં રવિવારે રાત્રે ગણેશ પંડાલ પર રીક્ષામાં આવેલા કેટલાક કિશોરોએ પથ્થરમારો કર્યો હતો. આરોપીઓ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકો ઘટનાને લઇ સૈયદપુરા પોલીસ ચોકી એ પહોંચ્યા હતા અને આરોપીની ધરપકડની સાથે કાર્યવાહીની માંગ કરી હતી. જોતા જોતા પોલીસ ચોકી બહાર હજારોની સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. ચોકી પાસે આવેલા બિલ્ડીંગો પરથી એકાએક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અનેક લોકો સહિત પોલીસ કર્મચારીઓ ઈજાગ્રત થયા હતા. 

ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના પછી સુરત પાલિકાએ સૈયદપુરા વિસ્તારમાં ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવ્યું છે. મેયરના આદેશ પછી ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા...16 બંધ લારીઓ, 7 કાઉન્ટર અને પાંચ કેબિન જપ્ત કરાયા છે...આજે પણ દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી..સુડાની જગ્યા પર માફિયાઓએ દબાણ કર્યું હતું,,જો કે સવાલ એ થાય છે કે આટલા સમયથી દબાણ હોવા છતાં પણ તંત્રએ કેમ દબાણ દૂર કરવાની કામગીરી ના કરી...

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના પછી સતત બીજા દિવસે ડ્રોનથી બાજનજર રાખવામાં આવી રહી છે...DCP અને ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા...ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા 25થી વધુ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે...સુરતના સૈયદપુરા વિસ્તારમાં અને ગણેશ પંડાલ પર પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે...પોલીસની છ જેટલી ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news