કેમિકલ કાંડ બાદ ધર્મજમાં પોલીસે છાપો માર્યો, દોડાદોડીમાં પડી જતા આ વ્યક્તિનું થયું મોત
રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વારા રાજ્યભરમાં છાપા મારી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તે અંતર્ગત પેટલાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ધર્મજ ગામનાં તળપદા વાસમાં છાપો મારવામાં આવતા દેશી દારૂ ગાળતા લોકોમાં નાસભાગ મચી હતી.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: રાજ્યમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ આણંદ જિલ્લાના પેટલાદનાં ધર્મજ ગામનાં તળપદાવાસમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓની તપાસમાં છાપો મારતા પોલીસને જોઈને થયેલી દોડાદોડીમાં એક બુટલેગર પડી જતા તેને હાર્ટ એટેક આવતા મોત નિપજતા હોબાળો થયો હતો. જૉ કે પોલીસ દ્વારા મૃતકના મૃતદેહનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સુપ્રત કર્યો હતો..
રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વારા રાજ્યભરમાં છાપા મારી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તે અંતર્ગત પેટલાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ધર્મજ ગામનાં તળપદા વાસમાં છાપો મારવામાં આવતા દેશી દારૂ ગાળતા લોકોમાં નાસભાગ મચી હતી. જેમાં દોડાદોડી દરમિયાન એક બુટલેગર 30 વર્ષીય વિનોદભાઈ તળપદા પડી જતા બેભાન થઈ ગયો હતો જેને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બુટલેગરનું મોત થતા પરિવારજનો અને સ્થાનિક રહીશો દ્વારા પોલીસ દમનથી મૃત્યુ થયાના આક્ષેપ સાથે હોબાળો કરતા મૃતકના મૃતદેહનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ તેમના પરિવારજનોને સુપ્રત કર્યો હતો.
આ બનાવમાં પ્રથમ તબક્કામાં બુટલેગરનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું મનાય છે. આ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે