ચૂંટણી પહેલાં રાજકારણમાં હડકંપ, વિપુલ ચૌધરીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણા ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

ચૂંટણી પહેલાં રાજકારણમાં હડકંપ, વિપુલ ચૌધરીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદ: રાજ્યમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દ્રારા ધરપકડ કરવામાં આવતાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. ગત મોડીરાત્રે રાત્રે ધરપકડ કરવામાં આવી છે.  દૂધ સાગર ડેરીના 320 કરોડના નાણાકીય ગોટાળા સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. જેને લઇને મહેસાણા એસીબીમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જેને લઇને વિપુલ ચૌધરી અને તેમના CAની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને ACBને સોંપવામાં આવશે.

મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નં. 5/2022) સંદર્ભે આઈપીસીની કલમો 406, 409, 420, 465, 467, 468, 471, 120(B)અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2)ની કલમો હેઠળ અટકાયત કરવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રીની અટકાયત રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે.

 નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિની થઇ ફરિયાદ
વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. આ દરમિયાન નાણાકીય વ્યવહારોને ગેરરીતિ કરવામાં આવાની મહેસાણા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ ફરિયાદને લઇને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસમાં આદરવામાં આવી હતી. જેમાં 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી વિપુલ ચૌધરી અને તેના પી.એ સામે કડક પગલાં ભરીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. 

ગાંધીનગરમાં આવેલા તેફાર્મ હાઉસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓ ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં આવી તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરી અને તેમના પી.એ શૈલેષ પરીખને એસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. આ કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ થઈ હતી.

અગાઉ પણ વિપુલ ચૌધરીને થઇ છે જેલ
ઉલ્લેખનીય છે કે અગાઉ 2020માં પણ બનાસ ડેરીમાં 14.80 કરોડના બોનસ કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ થઈ ચૂકી હતી. નોંધનીય છે કે વિપુલ ચૌધરી 2014માં દૂધસાગર ડેરીના વડા હતા પરંતુ પછી ભ્રષ્ટાચારના આરોપોને કારણે અમૂલ અને દૂધસાગર બંનેમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. વિપુલ ચૌધરી પર પશુ આહારમાં 22 કરોડના કૌભાંડનો આરોપ હતો. 2018માં ટ્રિબ્યુનલ કોર્ટે રૂ. 22 કરોડના કથિત કૌભાંડના સંબંધમાં ચૌધરીને સસ્પેન્ડ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news