મેં મંદિરમાં જઈને ભગવાનને પૂછ્યું- શું ભાજપ જોઈન કરી લઉ, જવાબ મળ્યો.....: પૂર્વ CM દિગંબર કામત

Goa Politics: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્ય બુધવારે સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાઈ ગયા. કોંગ્રેસ માટે આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને હવે માત્ર 3 રહી ગઈ છે. ભગવો ધારણ કરનારા નેતાઓમાં હાલના સમયમાં વિપક્ષના નેતા માઈકલ લોબો પણ સામેલ છે. હવે દિગંબર કામતે ભાજપમાં જોડાવા પાછળના કારણનો જે ખુલાસો કર્યો છે તે અજીબોગરીબ છે.

મેં મંદિરમાં જઈને ભગવાનને પૂછ્યું- શું ભાજપ જોઈન કરી લઉ, જવાબ મળ્યો.....: પૂર્વ CM દિગંબર કામત

Goa Politics: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્ય બુધવારે સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાઈ ગયા. કોંગ્રેસ માટે આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને હવે માત્ર 3 રહી ગઈ છે. ભગવો ધારણ કરનારા નેતાઓમાં હાલના સમયમાં વિપક્ષના નેતા માઈકલ લોબો પણ સામેલ છે. હવે દિગંબર કામતે ભાજપમાં જોડાવા પાછળના કારણનો જે ખુલાસો કર્યો છે તે અજીબોગરીબ છે. તેમના જણાવ્યાં મુજબ તેઓ ભગવાનને પૂછીને ભાજપમાં જોડાયા છે. 

ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી એક વીડિયો શેર કરાયો છે જેમાં કામત કહે છે કે, 'હું મંદિર ગયો અને દેવી દેવતાઓને પૂછ્યું કે મારા મગજમાં આ (ભાજપમાં જોડાવવાનું) ચાલી રહ્યું છે. મારે શું કરવું જોઈએ...ભગવાને કહ્યું, આગળ વધો અને ચિંતા ન કરો.'

— ANI (@ANI) September 15, 2022

મંદિર-મસ્જિદમાં ખાધા હતા વફાદારીના સમ
રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પહેલા ગોવા કોંગ્રેસના નેતાઓએ મંદિરો, મસ્જિદો અને ચર્ચમાં પાર્ટી સાથે વફાદાર રહેવાની કસમો ખાધી હતી. પરંતુ 7 મહિનાની અંદર જ 11માંથી 8 કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. હવે ભાજપ જોઈન કરવા પર દિગંબર કામતે કહ્યું કે તેમણે ભાજપ જોઈન કરતા પહેલા ભગવાનને પૂછ્યું હતું અને તેમણે હા પાડી.

ગોવાના પૂર્વ સીએમએ કહ્યું કે તેઓ ભગવાનને માને છે અને એ પણ સાચુ છે કે તેમણે ચૂંટણી પહેલા કોંગ્રેસ ન છોડવાની શપથ લીધી હતી. વર્ષ 2019માં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો. આ જ કારણે ગોવા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સમ ખવડાવ્યા હતા. 

વિપક્ષના પદને લાયક નહીં
ગોવા વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ત્રણ થયા બાદ હવે કોઈ પણ રાજકીય પક્ષ પાસે વિપક્ષના પદ પર દાવો કરવા જેટલા ધારાસભ્યો નથી. વિધાનસભા અધ્યક્ષ રમેશ તાવડકરે કહ્યું કે તેમણે કોંગ્રેસ ધારાસભ્ય દળનું ભાજપમાં વિલય કરવાના કોંગ્રેસી વિધાયકોના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 

ગોવામાં 40 વિધાનસભ્યોવાળી વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ માટે કોઈ પણ પાર્ટી પાસે ઓછામાં ઓછા 4 ધારાસભ્યો હોવા જરૂરી છે. આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય છે. જ્યારે ગોવા ફોરવર્ડ પાર્ટી અને રિવોલ્યુશનરી ગોવા પાર્ટીના એક-એક ધારાસભ્ય છે. બીજી બાજુ કોંગ્રેસે ગોવામાં પોતાના આઠ ધારાસભ્યોને ભાજપમાં સામેલ થયા બાદ આરોપ લગાવ્યો કે ભારત જોડો યાત્રાની સફળતાથી ભાજપ હતાશ છે અને આ યાત્રાથી ધ્યાન ભટકાવવા માટે ઓપરેશન કીચડ ચલાવવામાં આવ્યું. 

આ ધારાસભ્યોએ છોડ્યો સાથ
ગોવામાં કોંગ્રેસનો હાથ છોડનારા જે આઠ ધારાસભ્યો છે તેમાં દિગંબર  કામત, માઈકલ લોબો, ડિલિલા લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમોનકર, એલિક્સિયો સિક્વેરા અને રુડોલ્ફ ફર્નાન્ડિસ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news