'હું રાજકીય પક્ષનો કાર્યકારી અધ્યક્ષ છું, તને સારા હોદ્દા પર સેટ કરી આપીશ', કહીને યુવતી પર વારંવાર બળાત્કાર

યુવતીને રાજકીય પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીને બે-બે વાર ગર્ભવતી બનાવી લગ્ન લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

'હું રાજકીય પક્ષનો કાર્યકારી અધ્યક્ષ છું, તને સારા હોદ્દા પર સેટ કરી આપીશ', કહીને યુવતી પર વારંવાર બળાત્કાર

ઉદય રંજન/અમદાવાદ: યુવતીને રાજકીય પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીને બે-બે વાર ગર્ભવતી બનાવી લગ્ન લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતીનો મણિનગરના ઉત્તમ એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ગોહિલ સાથે પરિચયમાં આવી હતી. રોનક પોતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હોવાનું જણાવીને યુવતીને રાજકારણમાં જોડવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપી રોનક યુવાજન જાગૃતિ પાર્ટી શરૂ કરી હતી, તેમાં યુવતીને યુવાજન જાગૃતિ પાર્ટીમાં જિલ્લા પ્રમુખ મહિલા મોરચાના હોદ્દો આપવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી બે-બે વખત ગર્ભપાત કરાવ્યો હતો. આરોપી રોનકસિંહ યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો. આખરે આરોપી રોનક લગ્ન કરવાની ના પાડતા યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અત્રે નોંધનીય છે કે, ભોગ બનાર યુવતી આક્ષેપ કર્યા છે કે છેલ્લા 3 વર્ષથી આરોપી રોનક અલગ અલગ પ્રકારની લાલચો આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આરોપી રોનક પરણિત હોવા છતાં અપરણિત હોવાનું કહી યુવતી સાથે શરીર સંબંધ બાંધીને બે વાર ગર્ભવતી બનાવી હતી. 

યુવતીનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા બાદ પણ ધમકી આપવામાં આવે છે ત્યારે મહિલા પોલીસે ગુનો નોંધી આરોપી રોનકસિંહ પકડવા તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ રોનક અને તેના મિત્રે ભેગા થઈને દેશભરમાં વેપારીઓનું 300 કરોડથી પણ વધારેનું ફુલેકુ ફેરવ્યું હોવાના આક્ષેપ થયા છે. આરોપી રોનક 10 જેટલી લક્ઝુરિયસ કાર લઈ ફરે છે, અને સોનુ પહેરી રોફ જાડે છે અને પિસ્તોલ સાથે રાખી ફોટા પડાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news