Gujarat Election 2022: ભાજપ 27 વર્ષથી સત્તામાં છતાં મુસ્લિમ વિરોધી ધ્રૂવિકરણ કરવાનો પ્રયાસઃ ઓવૈસી
AIMIM ના અધ્યક્ષ ઓવૈસીએ તે વાતથી ઇનકાર કર્યો છે કે ગુજરાત વિધાનસભામાં તેમની પાર્ટીની ભૂમિકા કોંગ્રેસની વોટવેંકમાં સેંધ લગાવવાની નથી. ઓવૈસીએ કહ્યું કે છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સતત ભાજપ સામે હારી રહી છે.
Trending Photos
અમદાવાદઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ તે વાતથી ઇનકાર કર્યો છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની ભૂમિકા કોંગ્રેસની વોટબેંકમાં સેંધ લગાવવાની હશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતા અમારી પાર્ટી પર આવો આરોપ લગાવે છો તો તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ કરી રહ્યાં છે.
AIMIM ઉમેદવાર માટે કર્યો ચૂંટણી પ્રચાર
AIMIM ના ભુજ તથા માંડવીથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર શકીલ અહમદ શમા તથા મોહમ્મદ ઇકબાલ માંજલિયાના પ્રચાર માટે આવેલા ઓવૈસીએ કહ્યુ કે, ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. તેમ છતાં ગુજરાત ચૂંટણીમાં મુસ્લિમ વિરોધી માહોલ બનાવી ધ્રૂવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. સમાન નાગરિક સંહિતા, મહરૌલી હત્યાકાંડ જેવા મુદ્દા રાજ્ય ચૂંટણીમાં ઉઠાવવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Gujarat Election: આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળશે નહીંઃ સુરતમાં બોલ્યા હર્ષ સંઘવી
કચ્છની બે સીટ ભુજ તથા માંડવીમાં એઆઈએમઆઈએમે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. ઓવૈસીએ પોતાની પાર્ટીને વોટ કપાવવા પર વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે તેમની પાર્ટીની ભૂમિકા કોંગ્રેસની વોટવેંકમાં સેંધ લગાવવાની નથી. કોંગ્રેસ તથા તેના નેતા અમારી પાર્ટી પર આવો આરોપ લગાવે છે તો તે પોતાની નિષ્ફળતા છુપાવવા આ કરી રહ્યાં છે.
27 વર્ષથી હારી રહી છે કોંગ્રેસ
ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો કે છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સતત ભાજપ સામે હારી રહી છે, કોંગ્રેસને કોઈએ પણ ભાજપને હરાવવા માટે રોકી નથી છતાં આ ચૂંટણીમાં આવી વાતો કેમ થઈ શકે છે. ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસે આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ બંને પર ભાજપની બી-ટીમ હોવાનો આરોપ લગાવ્યો છે, કોંગ્રેસે પહેલા આ સવાલનો જવાબ આપવો જોઈએ.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 2002 બાદ હવે કોઈ દાદાઓ રહ્યાં નથી, અમદાવાદમાં બોલ્યા અમિત શાહ
બેંકમાં સેંધ મારવાની વાત નકારી
ઓવૈસીએને ગુજરાતની 182 બેઠકોમાંથી માત્ર 13 બેઠકો પર ચૂંટણી લડવા માટે કહ્યું કે હું તેને સ્પષ્ટ કરું કે અમે અહીં કોઈ વોટબેંકમાં સેંધ લગાવવા માટે નથી. અમે અહીં ભાજપની વિરુદ્ધ લડવા માટે આવ્યા છીએ.
અમિત શાહના નિવેદનની કરી ટીકા
ઓવૈસીએ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તે વાતની ટીકા કરી કે ભાજપે 2002માં ગુજરાતમાં અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો. ઓવૈસીએ કહ્યુ કે, તે સત્તાના નશામાં છે. હૈદરાબાદના સાંસદે અમિત શાહ પર પલટવાર કરવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. ઓવૈસીએ ટ્વીટ કરી કહ્યું- સત્તાના નશામાં ચૂર, ભારતના ગૃહમંત્રીએ કહ્યું કે, અમે 2002માં પાઠ ભણાવ્યો. તેમણે શાહને યાદ અપાવ્યું કે સત્તા સ્થાયી હોતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories