અમદાવાદના આકાશમાં ભેદી ધુમાડો! દુર્ગંધથી લોકોમાં ફફડાટ, સાંજે 7 વાગ્યા બાદ વાતાવરણ બગડ્યું!
શહેરના પશ્ચિમ વિસ્તાર જેવા કે બોડકદેવ, થલતેજ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના એસજી હાઇ-વે વિસ્તારમાં શંકાસ્પદ દુર્ગંધ ફેલાયેલી જોવા મળી રહી છે. ફાયરબ્રિગેડની 5 ટીમો તેનું કારણ જાણવા તપાસમાં લાગી છે. પરંતુ હજું સુધી કોઈ કારણ સ્પષ્ટ થયું નથી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરમાં સમીસાંજે આકાશમાં ભેદી ધુમાડો ફેલાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં ભેદી ધુમાડાના ઘટનાક્રમ વચ્ચે લોકોમાં ભારે કુતુહલ સાથે ભયનો માહોલ ફેલાયો છે. ફાયરની ટીમને ધુમાડાના પગલે તપાસ હાથ ધરી રહી છે.
શહેરના પશ્ચિમ વિસ્તાર જેવા કે બોડકદેવ, થલતેજ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના એસજી હાઇ-વે વિસ્તારમાં શંકાસ્પદ દુર્ગંધ ફેલાયેલી જોવા મળી રહી છે. ફાયરબ્રિગેડની 5 ટીમો તેનું કારણ જાણવા તપાસમાં લાગી છે. પરંતુ હજું સુધી કોઈ કારણ સ્પષ્ટ થયું નથી.
આજે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેના કારણે પણ ધુમ્મસભર્યું વાતાવરણ બન્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સમગ્ર વાતાવરણમાં ધુમાડા સાથે દુર્ગંધ ફેલાયેલી જોવા મળી રહી છે.
વેઝિબિલિટી ઘટતા વાહનચાલકો અને નાગરિકોમાં ભારે અચરજ ફેલાયું છે. સાંજે છ વાગ્યા બાદ વિચિત્ર દુર્ગંધ જોવા મળતાં લોકોમાં કુતૂહલ જાગ્યું છે. દૂર-દૂર સુધી ધુમાડાભર્યું વાતાવરણ દેખાયું હતું. ધુમાડાભર્યું અને વિચિત્ર ગંધવાળા વાતાવરણને લઈને લોકોમાં ચર્ચા જાગી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે