સાવધાન! અમદાવાદમાં વધુ એક બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ, કેવી રીતે ભાંડો ફૂટ્યો?

આરોપી અમેરિકન નાગરીકોને લોન આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો. પોલીસે 19 લાખ રોકડા સહિત બે લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે જે માહિતી પુરી પાડતો હતો.

સાવધાન! અમદાવાદમાં વધુ એક બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ, કેવી રીતે ભાંડો ફૂટ્યો?

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં આજકાલ બોગસ કોલસેન્ટરનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. અનેક જગ્યાએ બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ થયા પછી પણ હજુ અમદાવાદ સાયબર ક્રાઈમ અનેક કોલસેન્ટર ઝડપી રહી છે. ત્યારે અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતા વધુ એક કોલસેન્ટરનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોતાના ઘરમા એકલા હાથે કોલ સેન્ટર ચલાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમેરિકન નાગરીકોને લોન આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો. પોલીસે 19 લાખ રોકડા સહિત બે લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે જે માહિતી પુરી પાડતો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ કાર્તીગેયન ગૌવતમ પીલ્લઈ છે. જે ન્યુ મણીનગરના કર્ણાવતી રીવે નામના ફ્લેટમાં રહી ગેરકાયદે કોલસેન્ટર ચલાવતો હતો. કાર્તીગેયન છેલ્લા 9 મહિનાથી અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતો હતો. જે અંગે સાયબર ક્રાઈમને માહિતી મળતા તપાસ કરવામાં આવી. આરોપી ટેક્ટનાઉ નામની એપ્લિકેશન થકી લેન્ડિંગ ક્બલ નાનામે લોન આપવાના બહાને છેતરપીંડી કરતો હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે 19 લાખ રોકડા સાથે આરોપીની ધરપકડ કરી છે.

આરોપીની પુછપરછ દરમ્યાન સામે આવ્યુ કે તે પે ડે ના નામે લોન આપવાના બહાને ગીફ્ટ કાર્ડ, ક્યુઆર કોડ અને બિટકોઈન મારફતે નાણાં મેળવી છેતરપિંડી કરતો હતો. આરોપી છેતરપિંડીના રૂપિયા આંગડીયા પેઢી કે પછી ચાઈનાથી હવાલા રૂપે મેળવતો હતો. સાથે જ આરોપી પાસેથી મોટી માત્રા મા લીડ એટલે કે માહિતી મળી આવી છે. જે જોતા આ આરોપી એ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનુ પોલીસ માની રહી છે.

કોલસેન્ટર ચલાવનાર આરોપીના મોબાઈલની તપાસ કરતા અન્ય આરોપીના માત્ર વર્ચુયલ નંબર મળ્યા છે. જેથી આરોપી પાસે લીડ ક્યાંથી આવતી અને કોણ લાવતુ હતુ સાથે જ આરોપી ની સાથે કોલસેન્ટરના ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news