ખુલ્લામાં ક્યાંય શૌચક્રિયા ન થતી હોવાના AMC ના દાવાની પોલ ખુલી, આ એરિયામાં સ્થાનિકોએ કર્યા ફોટો વાઇરલ

ગોતા વિસ્તારમાં આવેલ Amc ની માલિકીના ખુલ્લા પ્લોટમાં જ શ્રમિકો દ્વારા ખુલ્લામાં શૌચક્રિયા કરી રહ્યા છે, આશ્ચર્યની વાત એ છે કે ખુલ્લામાં કયાય શૌચક્રિયા ન થતી હોવાનો દાવો કરે છે તેવા AMC ના પ્લોટમાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

ખુલ્લામાં ક્યાંય શૌચક્રિયા ન થતી હોવાના AMC ના દાવાની પોલ ખુલી, આ એરિયામાં સ્થાનિકોએ કર્યા ફોટો વાઇરલ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કર્યું હોવાનો દાવો બિલકુલ ખોટો હોવાની સ્થિતિ હાલ સામે આવી છે. ખુલ્લામાં ક્યાંય શૌચક્રિયા ન થતી હોવાના AMC ના દાવાની પોલ ખુલી ગઈ છે. અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સતત મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ શહેરના ગોતા વિસ્તારમાં શ્રમિકો દ્વારા ખુલ્લામાં શૌચક્રિયા થતી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં આ મામલે રોષ ફાટી નીકળ્યો છે.

ગોતા વિસ્તારમાં આવેલ Amc ની માલિકીના ખુલ્લા પ્લોટમાં જ શ્રમિકો દ્વારા ખુલ્લામાં શૌચક્રિયા કરી રહ્યા છે, આશ્ચર્યની વાત એ છે કે ખુલ્લામાં કયાય શૌચક્રિયા ન થતી હોવાનો દાવો કરે છે તેવા AMC ના પ્લોટમાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી આસપાસના રહેણાંક વિસ્તાર નજીક સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ સોશિયલ મીડીયામાં ફોટો વાયરલ કરીને તંત્રના દાવાની પોલ ખોલી નાંખી છે. ઓપન ડેફીકિશન ફ્રી સિટી માટે AMC એવોર્ડ મેળવી શ્રેષ્ઠ કામગીરી કર્યાના દાવા કરાતા રહે છે. ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ છે.

ખાતરના ભાવ નહી વધે કહી કહીને છેલ્લા 3 મહિનામાં કેટલો વધારો થયો? હવે સરકાર પાસે શું માગણી કરાઈ?

અમદાવાદ શહેરમાં હજુ પણ ઘણી જગ્યાએ ખુલ્લામાં શૌચક્રિયા થતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. અગાઉ પણ માનવ ગરીમાએ સર્વેના આધારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પર અનેક આક્ષેપ કર્યા હતા.

નોંધનીય છે કે શહેરમાં એક પણ નાગરિકને જાહેરમાં શૌચક્રિયા કરવી પડતી નથી અને તમામ નાગરિકો માટે જાહેર શૌચાલય છે તેવી જાહેરાતો બાદ મ્યુનિ.એ 2019માં જ અમદાવાદ શહેરને ઓડીએફ પ્લસ પ્લસ જાહેર કર્યું હતું. અમદાવાદ કોર્પોરેશને 2019માં જાહેરાત કરી હતી કે 100 ટકા નાગરિકોના ઘરે વ્યક્તિગત શૌચાલય છે, જેના આધાર કેન્દ્ર સરકારે એએમસીને ઓડીએફ પ્લસ પ્લસનું સર્ટિફિકેટ આપ્યું હતું.

જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરનો શંકરસિંહ વાઘેલા પ્રત્યે ઉભરાયો પ્રેમ, નિવેદનથી સૌ કોઈ ચોંક્યા!

શહેરમાં કયાં થાય છે શૌચક્રિયા ?
ખુલ્લામાં શૌચ જાહેર શૌચક્રિયાની આજુબાજુમાં, જાહેર રોડ, ફૂટપાથ, ખુલ્લા પ્લોટ સહિત અનેક જગ્યાએ થાય છે.

ખુલ્લામાં શૌચ થવાના મુખ્ય કારણો ?
– સ્લમ વિસ્તારોમાં વ્યક્તિગત શૌચાલય ખૂબ જ પ્રમાણમાં ઓછાં છે.
- જાહેર શૌચાલયમાં યુઝર ચાર્જ લેવામાં આવે છે. જે ગરીબ અને ઝુંપડપટ્ટીમાં વસતાં લોકોને દૈનિક રીતે પોષાતો નથી.
- જે સ્થળે મોબાઇલ ટોઇલેટ વાન મૂકી છે તેમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી.
– બાળકોને જાહેર શૌચાલયોમાં પ્રવેશ આપવામાં આવતો નથી.
– વિસ્તારોમાં સાંકડી ગટરો છે અથવા ગટર વ્યવસ્થા જ નથી, પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો મળતો નથી, ગટર વારંવાર ભરાઇ જાય છે. પરિણામે જેમના ઘરે વ્યક્તિગત શૌચાલય છે તેઓ પણ ઉપયોગ કરી શકતાં નથી
– જાહેર શૌચાલયો વસ્તીના પ્રમાણમાં નથી તેમ જ જાહેર શૌચાલયોમાં જરૂરી સેવાઓ જેવી કે દરવાજા, પાણીના નળ, વીજળી, પાણીની ટાંકી અથવા પાણીનો સપ્લાય, ગટરનું જોડાણ વગેરે છે જ નહીં. અથવા ખૂબ જ ખરાબ હાલતમાં છે, પરિણામે લોકો ઉપયોગ કરતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news