અમદાવાદ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ASI ના પગાર બિલ ક્લિયર નહી થતા કંટ્રોલરૂમમાં આપઘાતનો મેસેજ કર્યો

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI એ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પગાર બિલ અને GP ઉપાડવા માટેનું ફોર્મ ભર્યું હોવા છતા કાર્યવાહી ન થતા પોતે આત્મહત્યા કરવા પર મજબુર હોવાની જાણ કરતા પોલી દોડતી થઇ હતી. પોલીસે ASI ને સમજાવવા તેમની શોધખોળ શરૂ કરી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં પીઆઇએ આ અંગે જણાવ્યું કે, ASI એ GP ફોર્મ ભર્યું હતું. તેમના મકન માટે પૈસા જોઇતા હતા જે પ્રશ્ન હતો જેને દુર કરવામાં આવ્યો છે. 
અમદાવાદ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ASI ના પગાર બિલ ક્લિયર નહી થતા કંટ્રોલરૂમમાં આપઘાતનો મેસેજ કર્યો

અમદાવાદ: શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI એ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પગાર બિલ અને GP ઉપાડવા માટેનું ફોર્મ ભર્યું હોવા છતા કાર્યવાહી ન થતા પોતે આત્મહત્યા કરવા પર મજબુર હોવાની જાણ કરતા પોલી દોડતી થઇ હતી. પોલીસે ASI ને સમજાવવા તેમની શોધખોળ શરૂ કરી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં પીઆઇએ આ અંગે જણાવ્યું કે, ASI એ GP ફોર્મ ભર્યું હતું. તેમના મકન માટે પૈસા જોઇતા હતા જે પ્રશ્ન હતો જેને દુર કરવામાં આવ્યો છે. 

ASI તરીકે ફરજ બજાવતા અર્જુસિંહ મોતીભાઇએ બે દિવસ પહેલા બપોરે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી કે, મારુ ઉછ્ચતર પગાર બિલ 6-10-2019 ના રોજ મુક્યું છે જે બાબતે આગળ કાર્યવાહી માટે પુછતા ખોટા વાયદા કરી સંતોષકારક જવાબ આપતા નથી.  જુન 2020 ના રોજ  અમને જણાવ્યું કે, તમારુ પત્રક 3 બાકી હોય તો પુર્ણ કરો. ત્યાર બાદ જીપી ફોર્મ ઉપાડવા માટે હજી સુધી કોઇ કાર્યવાહી કરી નથી. 

મારુ રજુઆત બાબતે વારંવાર ક્લાર્ક રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનાથી કંટાળીને અગાઉના સેક્સન સાહેબને મળીને રજુઆત કરી હતી. તેમ છતા મારા કાગળો બાબતે કોઇ કાર્યવાહી હજી સુધી થયેલી નહી હોવાથી માનસિક રીતે ત્રસ્ત થઇને કંટાળી ચુક્યો છું. મારે આત્મહત્યા કરવી પડશે તેવું લાગે છે. તો મારી રજુઆત બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news