AHMEDABAD: સ્વરૂપવાન યુવતીને FB પર મેસેજ કરી યુવકે કહ્યું સાગર સાથે સંબંધ ન રાખતી નહી તો...

પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. વેપારીનો આરોપ છે કે, વર્ષ 2019 થી એક યુવક અલગ અલગ રીતે તેમની દિકરી સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા ધમકી આપી રહ્યો હતો.

AHMEDABAD: સ્વરૂપવાન યુવતીને FB પર મેસેજ કરી યુવકે કહ્યું સાગર સાથે સંબંધ ન રાખતી નહી તો...

મૌલિક ધામેચા/અમદાવાદ : પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. વેપારીનો આરોપ છે કે, વર્ષ 2019 થી એક યુવક અલગ અલગ રીતે તેમની દિકરી સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા ધમકી આપી રહ્યો હતો.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપી કરેલી ફરિયાદની હકીકતની વાત કરીએ તો વેપારીની 2 પુત્રી છે. જેમાં એક વિદેશમાં અભ્યાસ કરે છે, ત્યારે બીજી દીકરી અમદાવાદમાં અભ્યાસ કરે છે. જેમને વર્ષ 2019 ના નવેમ્બર મહિનામાં સોશ્યિલ મીડિયામાં એક યુવકે મેસેજ કરેલ કે રાહુલ સાથે સંબંધ તોડી દે નહીં તો પપ્પા ને કહી દઈશએ મેસેજ ફરિયાદીની દીકરીએ ફરિયાદીને વંચાવ્યો હતો. ફરિયાદીએ વાત ઉપર ધ્યાન આપ્યું નહોતું. પરંતુ ત્યાર બાદ ફરિયાદીને ફેસબુક પર એ જ યુવકે ફરિયાદીની દીકરી અને રાહુલના ફોટો મોકલી આપ્યાહ તા. જે ફોટો ફરિયાદીએ દીકરી ને બતાવતા દીકરીએ કહ્યું કે, આ યુવક મારી સાથે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જોકે ત્યાર બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020 માં ફરિયાદીના ઘરે 2 પત્રો આવ્યા હતા. જેમાં ફરિયાદીની દીકરી સાથે રાહુલનો ફોટો હતો અને સાથો સાથ લખાણ હતું કે રાહુલથી દૂર રહેવું. 

Gujarat corona update: કોરોનાના અધધ 5011 કેસ, 49 લોકોએ જીવ ગુમાવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ પત્ર નારાયણપુરા વિસ્તારમાંથી આવ્યો હોઈ શકે. ત્યાર બાદ ફરિયાદીની દીકરીના ફોન ઉપર વોટ્સએપ કોલિંગ અને મેસેજ આવ્યા કે, રાહુલ સાથે સંબંધ તોડી નાખ. આરોપીએ ફરિયાદીની દીકરીનું સમાજમાં બદનામી થાય તે પ્રકારનું કૃત્ય કરી રહ્યો હતો. જોકે આટલેથી યુવક અટક્યો નહોતો. તાજેતરમાં ફરી પત્ર ફરિયાદીના ઘરે આવ્યો અને તેમાં અંગ્રેજીમાં લખાણ હતું કે અભી ભૂલે નહીં હૈ ફોટો હૈ, હમારે પાસ ઔર રાહુલને બોલા હૈ કે વો બાત કરતા હૈ વગેરે ધમકી ભર્યો પત્ર હતો. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી આરોપી તેજ દોશીની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સામે આવ્યું કે, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના અન્ય સાથેના સંબંધો ન બંધાય તે માટે આવા તરકટ રચતો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news