AHMEDABAD: ગુજરાત યુનિવર્સિટીની આવતીકાલથી ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ

આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. બીએ, બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી, બીએડ સેમ. 1ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. પ્રથમ તબક્કાની પરીક્ષા સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન લેવાશે. ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા અભ્યાસ સાથે જોડાયેલા 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે.
AHMEDABAD: ગુજરાત યુનિવર્સિટીની આવતીકાલથી ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ

અતુલ તિવારી/ અમદાવાદ : આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. બીએ, બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી, બીએડ સેમ. 1ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. પ્રથમ તબક્કાની પરીક્ષા સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન લેવાશે. ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા અભ્યાસ સાથે જોડાયેલા 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે.

100 પરીક્ષા સેન્ટર પર પરીક્ષાનું કરાયું છે આયોજન. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો ન હતો એવા વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા. અગાઉ ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થી ઓફલાઈન પરીક્ષા નહીં આપી શકે. ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરી હોય પરંતુ ટેક્નિકલ કે અન્ય કોઈ કારણોસર પરીક્ષા આપી ના શકનાર જે તે વિષયની ઓફલાઈન પરીક્ષા આપી શકશે, એવા વિદ્યાર્થીઓની હોલ ટીકીટ એ મુજબ જ મળશે. 

જો કે બે દિવસ અગાઉ વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવેલી હોલ ટિકિટમાં છબરાડ થયા હતા. હોલ ટિકિટમાં વિદ્યાર્થીના નામ અને ફોટો અલગ અલગ છપાયા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. હોલ ટિકિટમાં છબરડાને લઈ વિદ્યાર્થીઓ દ્વિધામાં મુકાયા હતા. જો કે તમામ નાના - મોટા છબરડાઓ બાદ ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા કોરોના ગાઈડલાઈન સાથે યોજાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news