ગણેશ વિસર્જનને લઈને અમદાવાદમાં ગોઠવાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, જાણો કેવી છે તૈયારીઓ?
કોરોનાના બે વર્ષ બાદ હર્ષોઉલ્લાસ સાથે ગણેશોત્સવનું આયોજન અમદાવાદમાં થયું ત્યારે અનેક ગણેશ પંડાલોમાં સાર્વજનિક ગણેશ સ્થાપના કરવામાં આવી હતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં શુક્રવારે ગણેશ વિસર્જન થનાર છે, ત્યારે શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુત્રિમ વિસર્જન કુંડ બનાવી ગણેશ વિસર્જન માટેનું આગોતરું આયોજન કર્યું છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પોલીસ પુરતી તકેદારી રાખશે.
કોરોનાના બે વર્ષ બાદ હર્ષોઉલ્લાસ સાથે ગણેશોત્સવનું આયોજન અમદાવાદમાં થયું ત્યારે અનેક ગણેશ પંડાલોમાં સાર્વજનિક ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. જો કે, શુક્રવારે ગણેશ વિસર્જનના મુહર્ત હોઈ અમદાવાદ પોલીસ ટીમે ખાસ બંદોબસ્ત ગોઠવી કોઈ અણબનાવ ન બને તે માટેની તૈયારીઓ કરી લીધી છે. સાથોસાથ સંવેદનશીલ વિસ્તારમા ખાસ નજર રાખવામાં આવશે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ રીવરફ્રન્ટ સહિત નજીકના સ્થળે કુત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. AMC દ્વારા 57 કુત્રિમ વિસર્જન કુંડ બનાવમાં આવ્યા છે.
ગણેશ વિસર્જનમાં અમદાવાદ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવાશે. પોલીસ બંધોબસ્તમાં 15 DCP, 20ACP, 65 PI ,170 PSI , HC/PC 4200 પોલીસકર્મીનો બંધોબસ્ત રાખવામાં આવશે. ટ્રાફિકનો પ્રશ્ન ઉભો ના થાય એટલે જાહેર પંડાલો સાથે પોલીસકર્મીનો બંધોબસ્ત હાજર રહેશે. આ સિવાય અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર ફાયર બ્રિગેડ અને તરવૈયાની ટિમો તૈનાત રાખવામાં આવશે.
આ સિવાય એડિશનલ ફોર્સ તરીકે 11 SRP કંપની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવશે. હોમગાર્ડના 3450 જવાનો પણ ગણેશ વિસર્જન બંદોબસ્તમાં તૈનાત રખાશે. જેમાં ખાસ RAF ની ટીમ પણ બંધોબસ્તમાં ગોઠવાશે. સમગ્ર શહેરમાં 46 શોભાયાત્રાની પરમિશન આપવામાં આવી છે. જ્યારે ઘરે ગણેશ સ્થાપના કરવામાં આવી હોય તેના માટે તે પોતાના ઘરે જ વિસર્જન કરી ટોળા એકત્ર ન કરે તે માટે શહેર પોલીસ દ્વારા અપીલ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે