અમદાવાદ પોલીસની ‘પોલીસ પાઠશાળા’ના વિદ્યાર્થીઓ હવે કલાકારીગરી શીખ્યા

અમદાવાદમાં ચાલી રહેલી પોલીસ પાઠશાળાના વિદ્યાર્થીઓની અનોખી કલાકારી સામે આવી છે. આગામી રક્ષાબંધનને લઇને આ ગરીબ બાળકોએ ભણવાની સાથે સાથે 500થી વધુ રાખડીઓ બનાવી છે. 

અમદાવાદ પોલીસની ‘પોલીસ પાઠશાળા’ના વિદ્યાર્થીઓ હવે કલાકારીગરી શીખ્યા

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં ચાલી રહેલી પોલીસ પાઠશાળાના વિદ્યાર્થીઓની અનોખી કલાકારી સામે આવી છે. આગામી રક્ષાબંધનને લઇને આ ગરીબ બાળકોએ ભણવાની સાથે સાથે 500થી વધુ રાખડીઓ બનાવી છે. 

‘પોલીસ પાઠશાળા’ શરૂ થઈ ત્યારે સૌથી મોટી ચેલેન્જ હતી કે, બાળકોને કેવી રીતે પોલીસ સ્ટેશનમાં ભણાવવા લાવવા? કેમ કે ઘણા બાળકો તમાકું જેવી વસ્તુઓના વ્યસની હતા. વળી મા-બાપ માટે પણ કમાવવાનું સાધન હોવાથી બાળકોના વાલીઓને પણ રાજી કરવા અઘરા હતા. ત્યારે શરૂઆતમાં બાળકોને કક્કો શીખવાને બદલે વ્યસનમુક્ત કરવામાં આવ્યા અને ત્યાર બાદ શિક્ષણ આપી એક સારા નાગરિક બનાવ્યા. હાલ, આ પાઠશાળાની અસર એ થઈ છે કે, જે બાળકો એક સમયે તેમનું નામ પણ નહોતા બોલી શકતા. તેઓ હવે તેમનું નામ લખતા વાંચતા શીખી ગયાં છે. હવે તો રક્ષાબંધનમાં આ બાળકોએ રાખડી પણ બનાવી. આ રાખડીઓ તેઓ જ લોકોને વેંચશે. આ રાખડી વેચાણમાં જે
કમાણી થશે તે નાણાં આ જ વિદ્યાર્થીઓના ભણતર પાછળ ખર્ચાશે. 

https://lh3.googleusercontent.com/-LGl7e8dgC6A/XUZxk-xPgyI/AAAAAAAAIb0/Aqw96JHQ14Y-FF5VacAUFCf7GdGY0MSBACK8BGAs/s0/Police_PathShala3.jpg

આ વિશે પોલીસ પાઠશાળાના કો-ઓર્ડિનેટર રિંકલ પટેલે જણાવ્યું કે, અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી. હાઇવે-૨, દાણીલીમડા અને કાંકરિયા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીની આસપાસ ભીખ માંગતા, ઝુંપડપટ્ટીમાં રહેતા અને જરૂરિયાતમંદ બાળકો માટે પોલીસ શિક્ષક બનીને આ બાળકોને ભણાવી રહી છે. પોલીસનું નામ સાંભળતા બાળકો જ નહિ, પણ યુવાનોથી લઇને વડીલો પણ ગભરાઇ જતા હોય છે. પણ લગભગ છેલ્લાં એક વર્ષથી સવારે ૯થી બપોરના ૨ વાગ્યા સુધી ચાલતી ‘પોલીસ પાઠશાળા’ના કારણે ઘણા ગરીબ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. પોલીસના આ ભગીરથ કાર્યના કારણે આસપાસના ગરીબ બાળકોએ ભીખ માગવાનું કામ છોડીને ભણવા પ્રત્યે પ્રેરિત થયા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

એસજી ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એચ.રાણા જણાવે છે કે, 2018માં શરૂ થયેલી ‘પોલીસ પાઠશાળા’માં શરુઆતના દિવસોમાં 5 થી 1૦ બાળકોને ભણવા આવતા હતા. આજે એક વર્ષના અંતે પોલીસના પ્રયત્નોથી દરરોજ ૨૨-૨૫ બાળકો સોમવારથી-શનિવાર સુધી સવારના ૯થી બપોરના ૨ વાગ્યા સુધી ‘પોલીસ પાઠશાળા’માં ભણી રહ્યા છે. બાળકો ભણવાની સાથે-સાથે વિવિધ પ્રકારની એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટી પણ કરાવવામાં આવી રહી છે. ‘પોલીસ પાઠશાળા’ શરુ થઇ ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા ફંડ ભેગું કરીને બાળકોને નાસ્તો, સ્ટેશનરી, બુક ઉપરાંત જરુરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી. હાલ પોલીસ સ્ટાફની સાથે-સાથે લોકોના સહયોગથી ‘પોલીસ પાઠશાળા’
ચાલી રહી છે. સાથે સાથે પોલીસ આ રાખડી ટ્રાફીક નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકોને રક્ષાબંધન વખતે પણ પોલીસ બાંધશે.

https://lh3.googleusercontent.com/-5A5KY2GRPdA/XUZxiaaQuSI/AAAAAAAAIbo/_M6blBPV_20vxVnZEg2JQOK7-KvKeOatACK8BGAs/s0/Police_PathShala2.jpg

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news