US: ટેક્સાસમાં 21 વર્ષના શૂટરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 20ના મોત, અનેક ઘાયલ

અમેરિકાના ટેક્સાસ શહેરના અલ પાસોના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગના અહેવાલ છે. આ ફાયરિંગમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. એક 21 વર્ષના યુવકે રાઈફલથી આ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગ બાદ તેણે પોલીસ સામે સરન્ડર કરી દીધુ. કહેવાય છે કે પોલીસે અન્ય 3 શંકાસ્પદોની પણ અટકાયત કરી છે. 

US: ટેક્સાસમાં 21 વર્ષના શૂટરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 20ના મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ શહેરના અલ પાસોના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગના અહેવાલ છે. આ ફાયરિંગમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. એક 21 વર્ષના યુવકે રાઈફલથી આ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગ બાદ તેણે પોલીસ સામે સરન્ડર કરી દીધુ. કહેવાય છે કે પોલીસે અન્ય 3 શંકાસ્પદોની પણ અટકાયત કરી છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર ઘટના અંગે ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે ટેક્સાસમાં ભયંકર ફાયરિંગ. રિપોર્ટ ખુબ ખરાબ છે. અનેક લોકો માર્યા ગયા છે. રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યો છું. ગવર્નર સાથે પણ વાત કરી છે અને પૂરી મદદની ખાતરી આપી છે. 

— Donald J. Trump (@realDonaldTrump) August 3, 2019

સ્થાનિક રિપોર્ટમાં કહેવાયું છે કે આ ફાયરિંગ એક વોલમાર્ટ સ્ટોરમાં થયું અને તેમાં અનેક લોકો માર્યા ગયાં. એક કર્મચારીએ સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે પોલીસ અને સ્વાત અધિકારી વિસ્તારને ખાલી કરાવવા માટે ઓપરેશન કરી રહ્યાં છે. પોલીસે જનતાને મોલથી દૂર રહેવાની સલાહ આપી છે.

જુઓ LIVE TV 

ટેક્સાસના લેફ્ટેનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું કે ફાયરિંગમાં 20 લોકો માર્યા ગયા છે. પેટ્રિકે ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે અમારી પાસે 10 અને 20 લોકો માર્યા ગયા હોવાની માહિતી છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગે ઘટી. 

અમેરિકામાં વોલમાર્ટ સ્ટોરમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયની અંદર ફાયરિંગની આ બીજી ઘટના છે. ગત અઠવાડિયે કેલિફોર્નિયાના ગિલરોયમાં ગિલરોય ગાર્લિક ફેસ્ટિવલમાં ફાયરિંગ થયું હતું. જેમાં 4 લોકોના મોત થયા હતાં અને 15 લોકો ઘાયલ થયા હતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news