અમદાવાદમાં યુવકને ગે ચેટિંગ એપ ડાઉનલોડ કરવી ભારે પડી, ત્રણ લોકોએ ઝાડીઓમાં કર્યો મોટો કાંડ

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા યુવકને ગે સબંધોના કારણે પુરુષ મિત્ર બનાવવું ભારે પડ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર યુવકને થોડા સમય પહેલા જ ગે પાર્ટનર વિશેની એપ્લિકેશનની જાણ થઈ હતી.

અમદાવાદમાં યુવકને ગે ચેટિંગ એપ ડાઉનલોડ કરવી ભારે પડી, ત્રણ લોકોએ ઝાડીઓમાં કર્યો મોટો કાંડ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં રહેતા એક યુવકને ગે ચેટિંગ એપ ડાઉનલોડ કરવી ભારે પડી છે. અજાણ્યા શખ્સે ફેક આઇડી બનાવી આ યુવક સાથે સૌથી પહેલા મેસેજથી વાતચીત કરી. બાદમાં આ યુવકને મળવા બોલાવતા યુવક ત્યાં પહોંચ્યો હતો. મેસેજ કરનાર પાર્ટનરની જગ્યાએ લૂંટારો તેને મળ્યો અને બાદમાં ત્રણ લોકો તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇ સોનાની ચેઇન લૂંટી લીધી. જો કે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

પોલીસે ધરપકડ કરેલા શખ્સોના નામ દીપ ઉર્ફે મુન્નો કટારિયા, જીજ્ઞેશ ઉર્ફે જીગુ અને તેજસ મારવાડી છે. જે આરોપીઓએ એક યુવકને લૂંટી લીધો હતો. આરોપીઓએ સામાન્ય મોડેસ ઓપરેન્ડીથી નહિ પણ ગે ચેટિંગ એપ પર ફેક આઇડી બનાવી ભોગ બનનાર યુવક સાથે વાતચીત કરી હતી. બાદમાં પાર્ટનર તરીકેની ઓળખ આપી આરોપીએ તે યુવકને મળવા બોલાવ્યો હતો. યુવક ત્યાં મળવા ગયો ત્યારે એક શખ્સ તેને મળ્યો. બાદમાં તેને અવાવરૂ જગ્યાએ લઇ ગયા. જ્યાં ત્રણેક લોકોએ અંધારાનો લાભ લઇ તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો પણ આરોપી પાસે એટલી રોકડ ન હોવાથી તેની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. 

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા યુવકને ગે સબંધોના કારણે પુરુષ મિત્ર બનાવવું ભારે પડ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર યુવકને થોડા સમય પહેલા જ ગે પાર્ટનર વિશેની એપ્લિકેશનની જાણ થઈ હતી. તે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજ સાંજે અલગ-અલગ પાત્રો સાથે મિત્રતા કેળવવા પ્રયાસ કરતો હતો. એક શખ્સે તેની સાથે વાતો કરતા જ તે તેના સકંજામાં આવી ગયો અને આરોપીઓએ મોજશોખ માટે આ રીતે લૂંટ કરી હોવાનું આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે. 

ભોગ બનનાર યુવક સમલૈંગિક સંબંધનો શોખીન હતો કે કેમ, તે હજી સ્પષ્ટ થયું નથી. પણ તે સામેવાળા વ્યક્તિના મેસેજના આધારે પહોંચી ગયો હતો. આવા બનાવ ન બને તે માટે અજાણી એપ્લીકેશન કે અજાણી વ્યક્તિઓના સંપર્કથી દૂર રહેવું તેમાં જ ભલાઇ હોવાની સલાહ પણ પોલીસ આપી રહી છે. ત્યારે આરોપીઓની પૂછપરછમાં અન્ય કોઇ લોકોને લૂંટ્યા છે કે કેમ તે તપાસ શરૂ કરાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news