અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી 82 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયા

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી અને મોબાઈલ નંબર સ્વેપ કરી માત્ર દોઢ કલાકમાં 82 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીએ ફિસિંગ મેઈલ કરી ફરિયાદીના કોમ્પ્યુટરની 1 મહિનો વોચ કર્યા બાદ અને નાણાંકીય ટ્રાન્ઝેક્શન તપસ્યા બાદ શનિવારની મોડી રાતે કાર્ડ સ્વેપ કરી 82 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.  આરોપીની ધરપકડ કરી રૂપિયા 40 લાખ કબ્જે કર્યા છે.

Updated By: May 28, 2019, 10:49 PM IST
અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી 82 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયા

મૌલિક ઘામેચા/અમદાવાદ: અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી અને મોબાઈલ નંબર સ્વેપ કરી માત્ર દોઢ કલાકમાં 82 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીએ ફિસિંગ મેઈલ કરી ફરિયાદીના કોમ્પ્યુટરની 1 મહિનો વોચ કર્યા બાદ અને નાણાંકીય ટ્રાન્ઝેક્શન તપસ્યા બાદ શનિવારની મોડી રાતે કાર્ડ સ્વેપ કરી 82 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.  આરોપીની ધરપકડ કરી રૂપિયા 40 લાખ કબ્જે કર્યા છે.

આ આરોપીઓ ન તો કોઈ હથિયાર રાખે છે. નતો બ્લેકમેઈલીંગ કરે છે. તેમ છતાં વેપારીઓના બેંકમા રહેલા લાખો રૂપિયા ગણતરીની મિનીટોમા પડાવી છે. ઝડપાયેલા આરોપીઓના નામ છે માતાદિન સિકરવાર, રાજેશગીરી ગોસ્વામી, જાનમામજ ખલીફા , અનિલ જોશી, અરવિંદ પટેલ અને દિપક રૂપાલા આ આરોપીઓએ માણેકચોકના વેપારી રમેશ શાહના બેંક એકાઉન્ટમાંથી 82 લાખ પડાવી લીધા હતા. જેમાથી આઈસીઆઈસીઆઈ બેંકમા 24 લાખ, એચડીએફસીમાં 20 લાખ, સેંન્ટ્ર્લ બેંક ઓફ ઈન્ડિયામાં 18 લાખ અને યશ બેંકમા 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

દમણ નગર પાલિકાના કાઉન્સીલરનો બાઇક પર સ્ટંટનો વીડિયો વાયરલ

આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે, આ ગુનાનો મુખ્ય આરોપી વિકાસ સાહુ છે, જે હજી ફરાર છે. આમ આરોપીઓ પોતાની મોડસ ઓપરેડીના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતના સંખ્યાબંધ વેપારીને ચુનો લગાવી ચુક્યા છે. આરોપી પાસેથી પોલીસે 23 મોબાઈલ, અલગ અલગ બેંકના 13 ATM કાર્ડ, 14 આધાર કાર્ડ, 1 પાનકાર્ડ, અને 8 સીમ કાર્ડ કબ્જે કર્યા છે.

ઝડપાયેલા આરોપીનો ગુનાઈત ઈતિહાસ તપાસ કરતા સામે આવ્યુ કે, માતાદિન અને વિકાસ બન્ને જેલમાં મળ્યા હતા. અને જામીન મેળવ્યા બાદ છેતરપિંડીનો આ કાંડ શરુ કર્યો હતો. ઉપરાંત બે આરોપી લિસ્ટેડ બુટલેગર હતા. પરંતુ દારુના ધંધામાં જોખમ વધુ હોવાથી આ રેકેટમાં જોડાયા છે. ત્યારે આ ગુનામાં ઈન્ટરનેટ પ્રોવાઈડ કરનાર અને જે કંપનીના સિમકાર્ડનો ઉપયોગ થતો હતો. તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.