વેપારી

વેપારીએ 5 કરોડનાં સોનાના દાગીના લઇને લીધા, IPS અધિકારી મધ્યસ્થી કરી કરોડો ઓછા લેવા ધમકી આપી

બોપલમાં રહેતા સિનિયર સીટીઝન સોનાચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે અમદાવાદનાં એક વ્યક્તિને અત્યાર સુધી 10 કીલો સોનાના દાગીના બનાવી આપ્યા હતા. તેના રૂપિયા આપવાના બદલે સામેની પાર્ટીએ પોલીસની મદદથી દબાણ શરૂ કર્યું હતું. આ અંગે પોલીસ કમિશ્નરમાં અરજી કરવામાં આવી હતી. જેથી અમદાવાદનાં એક આઇપીએસ અધિકારી દ્વારા બંન્ને વચ્ચે મધ્યસ્થી કરવામાં આવી હતી. જો કે નાણા ચુકવનાર પાર્ટી બીજા દિવસે નાણા આપવાની મનાઇ કરી દીધી હતી. જો કે તે વગદાર હોવાથી તેની સામે કંઇ થઇ શકે તેમ નથી તેવું લાગતા સ્યુસાઇડ નોટ લખીને વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Dec 31, 2020, 07:04 PM IST

સુરત: રેતી-કપચીના વેપારીએ મંદીમાંથી બહાર નિકળવાનો માર્ગ નહી મળતા આખરે આત્મહત્યા કરી

શહેરમાં ગુનાનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જ જઇ રહ્યો. હત્યા, બળાત્કાર, છેડતી જેવા અનેક કિસ્સાઓ સાથે આત્મહત્યા જેવા કિસ્સાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. રેતી-કપચીના વેપારીઓ કોરોના મહામારી વચ્ચે વેપાર ન ચાલતો હોવાના કારણે આવેશમાં આવી પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. લોકડાઉન બાદ તુષાર શિંગાળા માનસિક તણાવમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા આ મુદ્દે ગુનો નોંધીને તપાસ આદરવામાં આવી છે.

Dec 16, 2020, 12:01 AM IST

જેતપુરમાં આંખમાં મરચું પાઉડર નાખી વેપારી પાસેથી 40 લાખના સોનાની લૂંટ

જેતપુરની સોની બજારમાંથી 40 લાખના સોનાની લૂંટ થઇ છે. પોલીસે CC TV આધારે આરોપી ને પકડવા ની તજવીજ શરૂ કરેલ છે. 
 

Oct 21, 2020, 09:38 PM IST

શહેરનાં વેપારીઓ પરિવાર સાથે કરી રહ્યા હતા દારૂપાર્ટી, અચાનક પોલિસ ત્રાટકી અને...

શહેરને અડીને આવેલા અડાલજના ક્રિષ્ના ફાર્મમાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે રેડ કરીને 13 યુવક અને 10 યુવતીઓને ઝડપી લીધા હતા. પત્નીની બર્થ ડે પાર્ટી કરવા મિત્રોને ભેગા કરી દારૂની મહેફિલ કરવામાં આવી હતી. પોલીસે રેડ પાડતા યુવકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા. જ્યારે યુવતીઓ દારૂ પીધેલો નહી હોવાના કારણે પોલીસે તેમની પ્રાથમિક વિગતો મેળવીને તેમને જવા દીધી હતી. 

Sep 25, 2020, 02:35 AM IST

યુવતીએ મિત્રતા કેળવી વેપારીને લઇ ગઇ તેના ફ્લેટ પર, જ્યાં કપડા ઉતાર્યાને પછી...

અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ટીન્ડર એપ થકી હનીટ્રેપમાં વેપારી ફસાયો હતો. ટીન્ડર પર યુવતીએ મિત્રતા કરી વેપારીને એક ફ્લેટમાં લઇ ગઇ હતી

Sep 19, 2020, 12:46 PM IST

સુરત કાપડના માર્કેટમાં ટેન્ટ-શમિયાનાના વેપારીઓને 300 કરોડનું નુકસાન

બહુ ઓછા લોકો જાણે છે કે સુરત કાપડના માર્કેટમાંથી સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સ ઉપરાંત અન્ય કામ માટે વપરાતું કાપડ પણ મોટા પાયે બનાવવામાં આવે છે અને વેચાય છે અને જેમાં વાર્ષિક ટર્નઓવર બે હજાર કરોડનું ટેન્ટ-શમિયાનાનું છે. જે આજે કોરોના રોગચાળાને કારણે અટવાયું છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને અત્યાર સુધીમાં 300 કરોડનું નુકસાન થયું છે.

Sep 18, 2020, 04:16 PM IST

અમદાવાદમાં વ્યાજના વિષચક્રએ લીધો વધુ એક જીવ, મૃતકે આપઘાત કરતા પહેલા બનાવ્યો Video

અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંકએ કોઈનો જીવ લીધો છે. રામોલમાં રહેતા એક વેપારીએ તેના જ કૌટુંબિક અને મિત્રો પાસેથી દસેક લાખ રૂપિયા વ્યાજે લીધા. લોકડાઉનને કારણે ધંધો ઠપ થતા તે ન ચૂકવી શક્યો

Sep 7, 2020, 03:11 PM IST

તહેવારો પર કોરોનાની અસર, રાખડી બજારમાં મંદીનો માહોલ

કોરોના વાયરસને કારણે લાગૂ થયેલા લૉકડાઉનમાં અનેક વેપાર-ધંધા પર અસર પડી હતી. પરંતુ અનલૉક શરૂ થયા પછી પણ હજુ સ્થિતિ સામાન્ય થઈ નથી. બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રક્ષાબંધન નજીક હોવા છતાં મંદીને કારણે રાખડીના વેપારીઓ પણ પરેશાન છે. 
 

Jul 29, 2020, 04:17 PM IST

અમદાવાદ: 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકીના 3 સાગરીતોની ધરપકડ

અમદાવાદ ક્લોથ માર્કેટના 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકી આખરે ઝડપાઇ છે. કાગડાપીઠ પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપીને ઝડપી સંખ્યાબંધ ઠગાઈના ગુણાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક આરોપી તો નામ બદલી મહારાષ્ટ્ર રહેતો હોવાનુ સામે આવ્યું છે. આરોપીઓએ બીજા વેપારીઓને પણ ઠગ્યા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Jul 19, 2020, 09:51 PM IST

અમદાવાદમાં છેતરપિંડીનો વધુ એક કિસ્સો, આ પ્રકારનો ફોન આવે તો ચેતી જજો

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ મોડ્સ ઓપરેનડીથી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. ઠગ ટોળકી ફરી સક્રિય થઈ છે અને લોકો પાસેથી અવનવા પેતરા અપનાવીને ઠગાઈ કરી રહ્યા છે. ત્યારે સોલા પોલીસસ્ટેશનમાં પણ આવી જ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકને પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રના નામે ફોન આવ્યો અને યુવકને સીવણ મશીન અને 1800 રૂપિયા લાગ્યા હોવાની લાલચ આપીને ઠગ ટોળકીએ 1.98 લાખ રૂપિયા સેરવી લીધા.

Jun 30, 2020, 08:34 PM IST

ચાઈનાની આ વાતને ગુજરાતના વેપારીઓએ ચેલેન્જ તરીકે સ્વીકારી

ચાઇનાના સરકારી અખબાર ગ્લોબલ્સ ટાઈમ્સ જણાવ્યું હતુ કે ભારતના લોકો ક્યારે પણ ચીનની વસ્તુઓ નહિ ખરીદે એ બની શકે નહીં અને આ વાતને ગુજરાતના વેપારીઓએ ચેલેન્જ તરીકે સ્વીકાર્યા છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા સરકાર 3000 વસ્તુઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે, તેમાંથી 500 વસ્તુઓની લિસ્ટ ટ્રેડર્સ દ્વારા સરકારને આપી દેવામાં આવ્યા છે. અને માંગ કરવામાં આવી છે કે આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવે અથવા વધારે ટેક્સ લગાડવામાં આવે. સાથે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાત પ્રાંતના વેપારીઓ એ જણાવ્યું છે કે ગુજરાત કરોડો વેપારીઓ ચાઇનાની વસ્તુઓ નો વેપાર ખોરવી કાઢશે.

Jun 22, 2020, 05:08 PM IST

ગારમેન્ટ એસોસિએશને લૉકડાઉનમાં છૂટછાટ આપવા અંગે મુખ્યમંત્રીને કરી રજૂઆત

ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા વિપારીની ઓફિસ અને ફેક્ટરીઓ અમદાવાદના અલગ અલગ 12 જેટલા વોર્ડમાં કાર્યરત છે. કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલી લગભગ તમામ ફેક્ટરીઓ બંધ છે. 
 

May 27, 2020, 10:49 PM IST

લોકડાઉનમાં ઉદ્યોગો ઠપ થતાં વેપારીઓ હાલત કફોડી, નાણામંત્રી પત્ર કરી વેરા મુક્તિની માંગ

આ સ્થિતિમાં ઉદ્યોગ-ધંધાને આ આપત્તિમાંથી ઉગારવા માટે વેરા મુક્તિ આપવામાં આવે તેમજ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

May 3, 2020, 11:30 PM IST

શાકભાજી ખરીદવા જતા હો તો ખાસ વાંચો Corona પોઝિટિવનો આ કિસ્સો

ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ કોરોના સંકટમાં ઘેરાયું છે. અમદાવાદમાં આજે નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો 1434 પર પહોંચી ગયો છે. 

Apr 22, 2020, 05:38 PM IST

આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો રહેજો સતર્ક, નહીં તો રડવાના આવશે દિવસો

શહેરના નવરંગપુરાના વેપારીના મોબાઈલ ફોનનું સીમ કાર્ડ બંધ કરાવી અને બેંક એકાઉન્ટ માંથી 16 લાખ રૂપિયા અજાણ્યાં શખ્સએ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે

Mar 17, 2020, 04:31 PM IST