ભારે કરી હો! નકલી પાસપોર્ટ પર મહેસાણાની મહિલા ઓસ્ટ્રેલિયામાં 5 વર્ષ રહી, પરંતુ એક ભૂલના કારણે....

આજથી પાંચ વર્ષ પહેલાં મહિલા મુંબઈના એક એજન્ટ મારફતથી મહિલા અને તેનો પતિ 35 લાખ રૂપિયામાં નકલી પાસપોર્ટના આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા. પાંચ વર્ષ બાદ મહિલા ભારતી અમદાવાદ આવી હતી.

ભારે કરી હો! નકલી પાસપોર્ટ પર મહેસાણાની મહિલા ઓસ્ટ્રેલિયામાં 5 વર્ષ રહી, પરંતુ એક ભૂલના કારણે....

ઉદય રંજન/અમદાવાદ: નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી એક મહિલા પકડાઈ છે. સાંભળીને ઝાટકો લાગ્યોને... પરંતુ આ હકીકત છે. મહેસાણાની મહિલા ઇમિગ્રેશન ચેકિંગમાં પકડાઈ છે અને આધાર કાંડે સમગ્ર ઘટનાનો ભાંડો ફોડ્યો છે. જેમાં મુંબઈની મહિલાના પાસપોર્ટમાં પોતાનો ફોટો ચોંટાડી પાસપોર્ટમાં ચેડાં કર્યા હોવાની હકીકત સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી ની તપાસમાં મહિલા મુંબઈની એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા ગઈ હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જીએ ધરપકડ કરેલ મહિલાનું નામ ભારતી જયેશ પટેલ છે. મૂળ મહેસાણા ગામના સાંથલના રહેવાસી છે. આજથી પાંચ વર્ષ પહેલાં મહિલા મુંબઈના એક એજન્ટ મારફતથી મહિલા અને તેનો પતિ 35 લાખ રૂપિયામાં નકલી પાસપોર્ટના આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા. પાંચ વર્ષ બાદ મહિલા ભારતી અમદાવાદ આવી હતી. જ્યાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલી ફ્લાઈટમાં આવેલી મહિલા શંકાસ્પદ જણાતા તેના પાસપોર્ટની હિસ્ટ્રી ચેક કરી. જેમાં પેસેન્જર મહિલાનું નામ રૂહી મુસફર રાજપકર અને મુંબઈ એડ્રેસ લખ્યું હતું. જ્યારે તેમનું આધારકાર્ડ ચેક કરતા તેમાં પેસેન્જરનું નામ ભારતી પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પુછપરછ કરતા મહિલા આરોપી કબૂલ્યું હતું કે નકલી પાસપોર્ટ આધારે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.

પકડાયેલ મહિલા ભારતી પટેલની પૂછપરછ કરતા સામે આવ્યું કે મહિલાનો પતિ જયેશ પટેલ હાલ ઓસ્ટ્રેલિયા છે. દંપતીને બે બાળકો છે. જે પોતાના વતન મહેસાણામાં રહે છે. પરંતુ પટેલ દંપતી છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતા હોવાથી બાળકો મળી શક્યા ન હોવાથી ખાસ અમદાવાદ મળવા આવી હતી. જે ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવતા પકડાઈ ગઈ હતી. આરોપી મહિલા ભારતીનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા જવા માટે મુંબઈના એક એજન્ટ મારફતે ગયા હતા. જેમણે મુસ્લિમ દંપતી વાળુ નકલી પાસપોર્ટ બનાવી ઓસ્ટ્રેલિયા મોકલ્યા હતા. જો કે વિઝિટર વિઝાના આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા, ત્યારબાદ ત્યાં રોકાઈ ગયા હતા.

નકલી પાસપોર્ટના આધારે પટેલ દંપતી ઓસ્ટ્રેલિયા તો જતા રહ્યા અને ઓસ્ટ્રેલિયાથી પરત ભારતમાં મહિલા આવી ગઈ હતી. જેથી એરપોર્ટથી લઈ ઇમિગ્રેશન વિભાગની મોટી બેદરકારી સામે આવી છે, ત્યારે દંપતીને નકલી પાસપોર્ટ બનાવનાર મુંબઈના એજન્ટની શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ મહિલાના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news