PM મોદી ગુજરાત આવવાના છે ત્યારે જ આવી અલ કાયદાની ધમકી, રાજ્યમાં ચારેતરફ નાકાબંધી કરાઈ

આતંકી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. પયગંબર મોહમ્મદના અપમાનનો બદલો લેવાની વાત કહીને અલ કાયદાએ ગુજરાત, દિલ્હી, મુંબઈ, યુપીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ત્યારે ગુજરાતનુ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. કારણ કે એક દિવસ બાદ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ 9 દિવસમાં બે વાર ગુજરાતના પ્રવાસે આવનારા છે. ત્યારે ગુજરાત પોલીસ તંત્ર માટે અલ કાયદાની આ ચેતવણી ચેલેન્જિંગ બની રહેશે. 

PM મોદી ગુજરાત આવવાના છે ત્યારે જ આવી અલ કાયદાની ધમકી, રાજ્યમાં ચારેતરફ નાકાબંધી કરાઈ

અમદાવાદ :આતંકી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. પયગંબર મોહમ્મદના અપમાનનો બદલો લેવાની વાત કહીને અલ કાયદાએ ગુજરાત, દિલ્હી, મુંબઈ, યુપીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ત્યારે ગુજરાતનુ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. કારણ કે એક દિવસ બાદ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ 9 દિવસમાં બે વાર ગુજરાતના પ્રવાસે આવનારા છે. ત્યારે ગુજરાત પોલીસ તંત્ર માટે અલ કાયદાની આ ચેતવણી ચેલેન્જિંગ બની રહેશે. 
 
10 જૂને ગુજરાતમા પીએમ મોદીનો પ્રવાસ
અલ કાયદાએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં આત્મઘાતી હુમલાની આતંકી સંગઠને ચેતવણી આપી છે. અલ કાયદાની બાળકોની મદદથી આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. જેમાં બાળકોના શરીર પર વિસ્ફોટકો બાંધીને હુમલા કરવાની ચેતવણીથી દેશનુ સુરક્ષા તંત્ર હચમચી ગયુ છે. આતંકી સંગઠન અલ કાયદાએ કાયરતાની હદ વટાવીને ગુજરાત, દિલ્હી, મુંબઈ, યુપીમાં હુમલા કરશે તેવુ કહી દીધુ છે. ત્યારે અલકાયદાની ધમકી બાદ ગુજરાતનુ પોલીસ તંત્ર એલર્ટ પર મૂકાયુ છે. તારીખ 10 જૂનના રોજ પીએમ મોદીનો ગુજરાતમાં પ્રવાસના કારણે પોલીસ એલર્ટ પર છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના પ્રવાસના કારણે પોલીસ એલર્ટ પર છે. 

ગૃહ વિભાગે તંત્રને એલર્ટમાં મૂક્યું
પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં NSG, SPG સહિતની સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડ પર છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ના રહે તેની તકેદારી રાખવાની સૂચના આપી દેવાઈ છે. ત્યારે કેન્દ્રીય એજન્સીઓ સાંજ સુધી આ મામલે એડવાઈઝરી જાહેર કરી શકે છે. પરંતુ રાજયના ગૃહ વિભાગે અગમચેતીના ભાગરૂપે તંત્રને એલર્ટ કર્યું છે. 

10 અને 18 જૂને પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ
પ્રધાન મંત્રી આ મહિનામાં 9 દિવસની અંદર બે વાર ગુજરાતના પ્રવાસ કરશે. તેઓ 10 જૂન અને 18 જૂને ગુજરાત આવશે. 10 જૂનના રોજ નવસારીમાં આદિવાસી સમાજને સંબોધન કરશે. તો અમદાવાદના ઈસરો દ્વારા બનાવાયેલ નવી બિલ્ડીંગનુ લોકાર્પણ કરશે. તો 18 જૂને તેઓ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરશે. તેઓ વડોદરા એરપોર્ટથી આજવા રોડ સુધીનો 4 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે. તેમજ બે લાખ લોકોને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે, મોહંમદ પયગંબર પર ટિપ્પણીના મામલે હવે આતંકી સંગઠન અલ કાયદાએ ધમકી આપી છે. અલ કાયદા ઈન ધ સબકાંટિનેંટ (AQIS) એ પત્ર જાહેર કરીને ભારતને ધમકી આપી છે. પત્રમાં દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. આ પત્ર પર 6 જૂન, 2022 ની તારીખ છે. 

ભાજપી પ્રવક્તા નુપુર શરમાએ કરી હતી વાંધાજનક ટિપ્પણી
એક ન્યૂઝ ડિબેટમાં ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ મોહંમદ પયંગબર પર કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેનો મુસ્લિમ સમુદાયે વિરોધ કર્યો છે. નુપુર શર્માએ મામલાનો વિરોધ થતા પોતાના શબ્દો પરત લેવાની વાત કરી હતી. જોકે, 57 મુસ્લિમ દેશોનુ સંગઠન ઈસ્લામિક સહયોગ સંગઠને (OIC) પણ આ મામલે વિરોધ દર્શાવ્યો છે. તો અરબ દેશોએ ભારતનો બહિષ્કાર કરવાનુ શરૂ કર્યુ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news