અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, ભક્તોએ માત્ર ચાર જ દિવસમાં અધધ...રકમથી ભંડારો છલકાયો

ભંડાર કક્ષમાં 16 જેટલા CCTV કેમેરાથી ભંડાર ગણતરી ઉપર નજર રખાઈ રહી છે. ત્યારે આજે મેળાનો આજે 5મો દિવસ છે ને આજે હાથ ધરાયેલી ભંડાર ગણતરીમાં યાત્રિકોએ છુટા હાથે રૂ. 24,48,360 ની થવા જાય છે.

અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, ભક્તોએ માત્ર ચાર જ દિવસમાં અધધ...રકમથી ભંડારો છલકાયો

પરખ અગ્રવાલ/અંબાજી: યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે માં અંબેનો ભંડાર પણ દાનની રકમથી ભરી દીધો છે. અંબાજી મંદિરના ભંડારામાં યાત્રિકો દ્વારા છુટા હાથે મુકવામાં આવેલ દાન દક્ષિણાની ગણતરી ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી છે.

ભંડાર કક્ષમાં 16 જેટલા CCTV કેમેરાથી ભંડાર ગણતરી ઉપર નજર રખાઈ રહી છે. ત્યારે આજે મેળાનો આજે 5મો દિવસ છે ને આજે હાથ ધરાયેલી ભંડાર ગણતરીમાં યાત્રિકોએ છુટા હાથે રૂ. 24,48,360 ની થવા જાય છે.

જોકે મેળા ના 02-09-2022 ના દિવસે મંદિરમાં છુટા હાથે નાખવામાં આવેલ ભેટની આવક રૂપિયા 39,76,325... તા 05-09-2022ના રોજ 26,78,025, તા. 06-09-2022 રૂપિયા 14,02,070, તા. 07-09-2022 એ 21,94,210, તા 8-09-2022 એ રૂ 22,03,740 આમ ભાદરવી પૂનમના મેળા દરમિયાન રૂપિયા 1,09,026,805 ની થવા જાય છે, જયારે હજી પૂનમની ગણતરી બાકી છે.

02-09-2022.............રૂ  39,76,325
05-09-2022 ............રૂ 26,78,025
06-09-2022.......... રૂ 14,02,070
07-09-2022.............રૂ 21,94,210
8-09-2022 એ....... રૂ 22,03,740
9-09-2022 એ.... રૂ. 24,48,360

કુલ રૂ. રૂપિયા 1,09,026,805ની આવક આજ મેળાના પાંચમાં દિવસ સુધી થવા પામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news