Ambalal Patel Monsoon Prediction: અંબાલાલ પટેલની વધુ એક આગાહી! ગુજરાત પર તૂટી પડશે મેઘરાજા, વરસાદથી છલકાઈ જશે નદીઓ
Gujarat Weather Forecst : રાજ્યમાં આગામી 5 દિવસ 6 જિલ્લામાં વરસાદ થવાની શક્યતા.... ગુજરાતને સત્તાવાર ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ... તો અમદાવાદમાં વરસાદ થવાની શક્યતા નહિવત...
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસશે. એટલું જ નહીં વાવાઝોડા બાદ હાલ સ્થિતિ ભલે સામાન્ય થઈ હોય પણ આગામી દિવસોમાં ભારે વરસાદની તૈયારી રાખવી પડશે. વાવાઝોડાથી પણ વરસાદની પેટર્ન પર અસર થઈ છે. જોકે, આગામી દિવસોમાં ભારે વરસાદથી ગુજરાતની મોટાભાગની નદીઓ છલકાઈ જશે. બીજી તરફ હવામાન વિભાગ કહી રહ્યું છેકે, સત્તાવાર ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે. અંબાલાલ પટેલે જણાવ્યુંકે, આ વર્ષે ચોમાસુ વધુ લંબાઈ શકે છે. આ વર્ષે ચોમાસુ ગૂંચવણ ભર્યું રહેશે. વાવાઝોડાની અસરથી ચોમાસાની સિસ્ટમ ખોરવાઈ છે. કેરળથી ચોમાસુ આગળ નથી વધી રહ્યું. આ વર્ષે ચોમાસુ ઓક્ટોબર સુધી રહેશે. મોડું થતા પાછળ ચોમાસુ લંબાઈ શકે છે.
ચોમાસાને લઈને ખુબ જ અગત્યના સમાચાર સામે આવ્યાં છે. આ સમાચારો ખાસ કરીને જગતના તાત માટે સૌથી અગત્યના છે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યાં છેકે, આ વખતે ચોમાસામાં વરસાદ કેવો રહેશે. આ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 26 જૂનથી 30 જૂનસુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે આગામી દિવસોમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ભારે વરસાદથી ગુજરાતની મોટા ભાગની નદીઓમાં નવા નીર આવશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં 1 જુલાઈથી 8 જુલાઈ સુધી કચ્છ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છેકે, સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. પરંતુ સત્તાવાર ચોમાસાની સીઝન માટે હજી થોડી રાહ જોવી પડશે. એટલે કે, ગુજરાતમાં વરસાદ તો પડશે, પરંતુ તે વરસાદ ચોમાસાનો નહિ હોય. સત્તાવાર સીઝન માટે હજી ગુજરાતીઓને રાહ જોવી પડશે.
પાંચ દિવસ વરસાદ રહેશે-
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાની આગાહી અંગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે