AMC કમિશનર વિજય નેહરાની ભયંકર આગાહી, વાંચીને ઉડી જશે નિંદર

અમદાવાદમાં કોરોના પોઝિટિવ (Coronapositive) કેસમાં બહુ ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ વધારે કથળશે એવી આશંકા AMC કમિશનર વિજય નેહરાએ વ્યકત કરી છે.

AMC કમિશનર વિજય નેહરાની ભયંકર આગાહી, વાંચીને ઉડી જશે નિંદર

અમદાવાદ : અમદાવાદમાં કોરોના પોઝિટિવ (Coronapositive) કેસમાં બહુ ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ વધારે કથળશે એવી આશંકા AMC કમિશનર વિજય નેહરાએ વ્યકત કરી છે. નેહરાએ આશંકા વ્યકત કરી કે આજે અને મહત્તમ કાલ સવાર સુધીમાં અમદાવાદમાં વધુ 100 કોરોના પોઝિટિવ આવી શકે છે. છેલ્લા ત્રણ દિવસથી રોજેરોજ 50થી વધુ નવા કેસ આવે છે પરંતુ, હવે આગામી દિવસોમાં આંકડો ડબલ થશે. 

વિજય નેહરાએ વ્યક્ત કરેલી આશંકા પ્રમાણે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં આગામી 4-5 દિવસ રોજ 100 કેસ વધશે. તેમણે જણાવ્યું છે કે વધી રહેલા ટેસ્ટિંગને કારણે કેસ વધી રહ્યાં છે. ગઈકાલે 1247 ટેસ્ટ થયા છે. આ ઉપરાંત શહેર ના ગુલબાઈ ટેકરા અને વાડજના રામાપીરના ટેકરા માં સૌથી મોટું સ્ક્રિનિંગ અભિયાન ચલાવવામાં આવશે.  

ગુજરાતમાં કોરોના (corona virus) ને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ નવા વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. લેટેસ્ટ આંકડા મુજબ, આજે ગુજરાતમાં એકસાથે કુલ 105 નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 871 પર પહોંચી ગયો છે. નવા કેસોમાં અમદાવાદ બાદ સુરતનો આંકડો મોટો છે. અમદાવાદમાં 42 નવા કેસ તો સુરતમાં એકસાથે 35 નવા કેસ ઉમેરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news