vijay nehra

વિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 26 જેટલા સિનિયર આઇએએસ અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે

Jun 9, 2021, 10:16 PM IST

ગુજરાતનો આ જિલ્લો રસીકરણમાં આખા દેશમાં પહેલા નંબરે, 98% લોકોએ લીધી વેક્સીન

  • બનાસકાંઠામાં 45 વર્ષથી ઉપરની 6.17 લાખની વસ્તીમાં 6.04 લાખ લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો
  • ગુજરાતમાં 45 થી વધુ વયજૂથના 55 ટકા લોકોને પહેલો ડોઝ અપાયો  છે. એની સામે બનાસકાંઠામાં 98 ટકા લોકોએ વેક્સીન લીધી

May 11, 2021, 10:11 AM IST

ગુજરાતના એક જિલ્લાએ લગ્નપ્રસંગો પર નજર રાખવા બનાવ્યો કન્ટ્રોલ રૂમ

  • બનાસકાંઠામાં સામાજીક પ્રસંગોએ ભીડ એકત્ર ન થાય તે માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો
  • બનાસકાંઠા જિલ્લામા કોરોના દર્દીઓના મોતને લઈ પ્રભારી વિજય નહેરા પાલનપુર પહોંચ્યા

Apr 22, 2021, 02:34 PM IST

AHMEDABAD: વિજય નેહરા પાસે સરકારે પદ તો ખાલી કરાવ્યું પરંતુ બંગલો ખાલી ન કરાવી શકી

અમદાવાદમાં ફરી એકવાર કોરોના ખુબ જ વકરી રહ્યો છે ત્યારે વકરતા કોરોનાને કાબુ નહી કરી શકવાનાં કથિત કારણોસર પોતાનું પદ ગુમાવનાર વિજય નેહરા (Vijay Nehra) ફરી કોરોના વકરી રહ્યો છે ત્યારે ચર્ચામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા કમિશ્રનર (Commissioner)ને ફાળવવામાં આવતો બંગલો વિજય નેહરા (Vijay Nehra)એ હજી સુધી છોડ્યો નથી. એટલે કે પદ છોડ્યું પણ પદ સાથે મળતી સવલતો નેહરા છોડવા માટે તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્રરને આ બંગલો ફાળવવામાં આવતો હોય છે. જો કે આ બંગલો પદ છોડ્યા પછી પણ વિજય નેહરા (Vijay Nehra) છોડવા માટે તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. તેથી પદનો મોહ જેમ સરકારે (Government)  છોડાવ્યો તેમ બંગલો પણ હવે સરકાર (Government) ે જ દંડ દ્વારા છોડાવવો પડે તેવી સ્થિતી પેદા થઇ છે. 

Mar 19, 2021, 04:46 PM IST

CM સાથેની બેઠક બાદ વિજય નેહરાનું આક્રમક ટ્વિટ, રાજકીય કિન્નાખોરીને ફરી પડકારી

રાજ્યમાં કોરોનાનાં કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સરકાર આ મુદ્દે કામગીરી અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે. હાઇકોર્ટ પણ વારંવાર સરકાર અને અધિકારીઓને ટપારી રહી છે. તેવામાં સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી હેઠળ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હોવાના મુદ્દા પણ સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદનાં કમિશ્નર વિજય નેહરાની બદલી થતા નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર વિજય નેહરાનાં સમર્થનમાં આંદોલન ચલાવાયું હતું. જો કે આ તમામ વિવાદો વચ્ચે વિજય નેહરાએ પોતાનો નવો પદભાર ગ્રામવિકાસ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હોવાની માહિતી પણ ટ્વિટ દ્વારા આપી હતી. ત્યાર બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ તેમણે ખુબ જ સુચક કવિતા ટ્વીટ કરી હતી. જેના પરથી  મીટિંગમાં થયેલી ચર્ચાઓનો ઘણા અંશે અંદાજ આવે છે. 

May 27, 2020, 12:22 AM IST

વિજય નેહરા બાદ રૂપાણી સરકાર આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિનો પણ ઘડો-લાડવો કરી શકે : સૂત્ર

આઈએએસ ઓફિસર વિજય નહેરાની તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરી દેવાઈ છે. ત્યારે ઓફિસર બેડામાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. આવામાં વધુ એક ઓફિસરની બદલી થવાના ભણકારા વાગી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, અમદાવાદના મહાનગર પાલિકાના કમિશનર તરીકે વિજય નેહરાનો ઘડો-લાડવો કર્યા પછી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ (jayanti ravi) નો પણ ઘડો-લાડવો સરકાર કરી શકે છે. તેઓને પણ વિજય નહેરા (Vijay nehra) ની જેમ અન્ય સ્થળે બદલી અપાય તેવુ ચર્ચાઈ રહ્યું છે. 

May 26, 2020, 01:44 PM IST

‘બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને...’

અમદાવાદ મ્યુનિસિપલ (AMC) કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરા (Vijay Nehra) ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે એક નિવેદનમાં કટાક્ષ કરીને કહ્યું કે, બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને... 

May 17, 2020, 11:45 PM IST
Transfer Of Ahmedabad Municipal Commissioner Vijay Nehra PT2M5S

અમદાવાદ મનપા કમિશનર વિજય નહેરાની બદલી, જુઓ Video

Transfer Of Ahmedabad Municipal Commissioner Vijay Nehra

May 17, 2020, 09:45 PM IST

વિજય નેહરાને આખરે 'ગામડે' મોકલી દેવાયા ! મુકેશ કુમાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે.

May 17, 2020, 09:16 PM IST

વિજય નહેરા ફરીથી AMCમાં સત્તા પર આવી શકે છે, ગમે ત્યારે ચાર્જ સંભાળશે

અમદાવાદમાં AMC કમિશનર તરીકે વિજય નહેરા ફરી સત્તામાં આવી શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોઈપણ સમયે વિજય નેહરા પોતાનો ચાર્જ સંભાળી શકે છે.  પણ ચાર્જમાં આવ્યા બાદ વિજય નેહરાની સત્તા ઉપરઅનેક નિયંત્રણ આવી શકે છે. સૂત્રો દ્વારા માહિતી મળ્યા અનુસાર, અગાઉ તેઓ તમામ નિર્ણય સ્વતંત્ર રીતે કરતા હતા. ત્યારે હવે તેઓને વર્તમાન acs રાજીવ ગુપ્તાના હાથ નીચે કરવું પડશે. વિજય નેહરાનું કામ હાલમાં મુકેશ કુમાર કામ કરી રહ્યા છે તે મુજબ જ નિયંત્રિત રહેશે. નેહરાની ભૂમિકા  કેવી રહેશે તે અંગે હજી જાણવા મળ્યું નથી. વિજય નેહરાની અગાઉની ભૂમિકામાં સરકાર મોટો ફેરફાર કરશે. 

May 13, 2020, 12:17 PM IST

જલ્દી જ કામે પરત ફરશે વિજય નહેરા, કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

અમદાવાદ (Ahmedabad) નાં તત્કાલિન કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાનાં કારણે બે અઠવાડિયા માટે હોમ ક્વોરન્ટાઇન થવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હવે વિજય નહેરાના સ્વાસ્થય મામલે પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. AMC કમિશનર વિજય નેહરા (Vijay Nehra)નો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. થોડા સમયમાં વિજય નેહરા ફરીથી કામ પર પરત ફરશે. રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતિ ખુદ વિજય નહેરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિજય નેહરાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

May 9, 2020, 09:02 PM IST

અમદાવાદના કમિશનરને અચાનક જ ક્વોરેન્ટાઈન કરવાનુ કારણ શું? કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવ્યા આગઝરતા સવાલો

કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતાં અમદાવાદ (AMC) મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થયા છે. વિજય નહેરા (Vijay Nehra) ની મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ જરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને CEO મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ ગાંધીનગરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય શૈલેષ પરમારે વિજય નહેરા મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે. 

May 6, 2020, 10:56 AM IST
Ahmedabad Municipal Commissioner Vijay Nehra Became Home Quarantine PT9M11S

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો

- અસંતોષના કોરોનાથી સંક્રમિત થયા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા?
- મેયર સહિત કોર્પોરેશનની રાજકીય બોડી સાથે ઘર્ષણના અનેક સમાચારો આવ્યા હતા
- મેયર અને કમિશ્નર વચ્ચેના અણબનાવની વાતો છેક મુખ્યમંત્રી સુધી પણ પહોંચી હતી

May 5, 2020, 07:14 PM IST

કોરોના હોવાનો વહેમ કે શંકા હોય તે લોકો માટે મ્યુ. કમિશનરે કરી મોટી વાત

અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના કેસના અપડેટ્સ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, હાલ કોરોનાની કોઈ દવા કે વેક્સીનેશન નથી, જે પોઝિટિવ થાય તેઓની સારામાં સારી કેર થાય તે જરૂરી છે. હાલ અમદાવાદ શહેરોમાં એક્ટિવ કેસો 3101 થયા છે. દોઢ મહિનામાં પહેલી વાર એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 5 ટકાથી ઓછો થયો છે. જે 30થી 31 ટકાનો વધારો થતો હતો, તે ઘટી રહ્યો છે. આજે 5 ટકાથી નીચે ગ્રોથ રેટ થયો છે. મેના અંત સુધી તેને ઝીરો ટકા સુધી લઈ જવુ છે. જેથી કોરોનાને માત આપી શકાય. ગઈકાલે 79 જેટલા લોકો સાજા થઈને ઘરે થયા હતા, આમ અત્યાર સુધી 691 લોકો રિકવર થયા છે. 

May 5, 2020, 12:42 PM IST

કોરોના સામેની આ લડાઈ લાંબી, બધાએ ભેગા મળીને આ વાયરસ સામે જીતવાનું છે: AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે કોરોના પર થઈ રહેલી એએમસીની કામગીરી અને અન્ય મહત્વની બાબતો પર જાણકારી આપી. તેમણે કહ્યું કે શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો છે. ત્રીજા તબક્કામાં લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. લોકડાઉનથી અમદાવાદને ફાયદો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે સારા સમાચાર એ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ રહ્યાં છે. 

May 4, 2020, 01:32 PM IST

આજના મહત્વના સમાચાર : અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોને જોડતા 5 બ્રિજ બંધ કરાયા

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રવિવારે અમદાવાદીઓને મહત્વના અપડેટ આપ્યા હતા કે, અમદાવાદના 5 બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. પૂર્વથી પશ્ચિમ જવા માટેના આ બ્રિજ બંધ કરાયા છે. ટ્રાફિક માટે આ પાંચ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાયા છે. આ પાંચ બ્રિજમાં ગાંધી બ્રિજ, દધિચિ બ્રિજ, સરદાર બ્રિજ, નહેરુ બ્રિજ અને આંબેડકર બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. 

May 3, 2020, 12:40 PM IST