અમિત શાહે કર્યા સોમનાથના દર્શન, હોટલામાં લીધુ કાઠિયાવાડી ભોજન

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથનાં પ્રવાસે છે. ત્યારે અચાનક જ અમિત શાહ પરિવાર સાથે ભોજન લેવા જૂનાગઢ- વેરાવળ હાઇવેનાં ગડૂ પાસે હોટેલમાં પહોંચ્યા હતા.

અમિત શાહે કર્યા સોમનાથના દર્શન, હોટલામાં લીધુ કાઠિયાવાડી ભોજન

ગીર સોમનાથ: ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથનાં પ્રવાસે છે. ત્યારે અચાનક જ અમિત શાહ પરિવાર સાથે ભોજન લેવા જૂનાગઢ- વેરાવળ હાઇવેનાં ગડૂ પાસે હોટેલમાં પહોંચ્યા હતા. ચૂંટણીનાં સતત વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ અમિત શાહે સમય કાઢયો હતો. મહત્વનું છે કે, અમિત શાહ સોમનાથ દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સાંજે તેઓ ભોજન માટે આવતા પરિવાર સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા. અમિત શાહે ખાનગી હોટેલમાં ભોજનની મજા માણી હતી. 

જો કે અચાનક જ કાર્યક્રમ નક્કી થતાં સુરક્ષા વિભાગ દોડતું થઇ ગયું હતું. આવતીકાલે અમિત શાહ સોમનાથમાં વૉક-વેનું ભૂમિપુજન કરશે અને બાદમાં સભાને સંબોધિત કરશે. ઉપરાંત અમિત શાહ ચૂંટણીલક્ષી બેઠક પણ કાર્યકર્તાઓ સાથે કરશે. મહત્વનું છે કે, સોમનાથ મહાદેવનાં શરણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સોમનાથ પહોંચ્યા હતા. અમિત શાહનું ભાજપનાં કાર્યકર્તાઓએ સ્વાગત કર્યુ હતુ. તેઓ પરિવાર સાથે આજે સોમનાથમાં રાત્રિરોકાણ કરશે.

સૌરાષ્ટ્ર ભાજપનાં કાર્યકરો-આગેવાનો સાથે ગુપ્ત બેઠક પણ કરશે. આવતી કાલે સવારે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સોમનાથ પહોંચશે. અમિત શાહ સોમનાથ ચોપાટી ખાતે ભૂમિ પૂજન કાર્યક્રમ બાદ સભા સંબોધશે..અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા વિચારણા કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news