Amreli: સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોની મહેનત પર વરસાદે પાણી ફરી વળ્યું

અમરેલી (Amereli) જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ જ સારો પડ્યો છે તેને લઈને કપાસ અને મગફળી (Groundnut) ના પાકને પણ ખૂબ જ ફાયદો થયો હતો. પરંતુ સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ધોધમાર વરસાદ (Rain) આવતા મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. વરસાદ આવતા મગફળીના પાથરા વરસાદના પાણીમાં તણાઈ ગયા હતા અને ખેતરોમાં રહેલ પાથરા પલળી ગયા હતા. ખેડૂતો (Farmer) ની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દીધું હતું.
Amreli: સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોની મહેનત પર વરસાદે પાણી ફરી વળ્યું

કેતન બગડા, અમરેલી: અમરેલી (Amereli) જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ જ સારો પડ્યો છે તેને લઈને કપાસ અને મગફળી (Groundnut) ના પાકને પણ ખૂબ જ ફાયદો થયો હતો. પરંતુ સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ધોધમાર વરસાદ (Rain) આવતા મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. વરસાદ આવતા મગફળીના પાથરા વરસાદના પાણીમાં તણાઈ ગયા હતા અને ખેતરોમાં રહેલ પાથરા પલળી ગયા હતા. ખેડૂતો (Farmer) ની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દીધું હતું.

આ છે સાવરકુંડલા (Savarkundala) તાલુકાનું ખડસલી ગામ ગઈકાલે ખડસલી ગામમા ધોધમાર વરસાદ આવતા ખેડૂતોના મગફળી ના પાથરા વરસાદના પાણીમાં તણાઈ ગયા હતા અને પાથરા પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અમરેલી જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી વરાપ નીકળતા ખેડૂતોએ ખેતરમાં રહેલ મગફળીના પાકને ખેંચીને ખેતરોમાં પાથરા કર્યા હતા. પરંતુ ધોધમાર વરસાદ આવતા ખેડૂતોના પાથરા વરસાદ (Rain) ના પાણીમાં પલળી ગયા હતા. મગફળીના પાથરા પલળી જતા હવે પશુનો ઘાસચારો પણ હવે નહિ થાય.ખડસલી ગામના ખેડુતોની આખા વર્ષની મહેનત વરસાદ આવતા એળે ગઈ છે.ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્રારા સર્વે કરાવી ખેડુતોને આર્થિક સહાય મળે.

અમરેલી (Amereli) જિલ્લામાં આ વર્ષે ૧૦૦ ટકા ઉપરાંતનો વરસાદ થયો છે જેને લઇને ખેડૂતોના પાકને મોટું જીવતદાન મળ્યું હતું. જિલ્લામાં થોડા દિવસ પહેલા વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ અદ્ધર હતા. પરંતુ છેલ્લા પંદર દિવસમાં અમરેલી જિલ્લામાં મેઘો મહેરબાન થતાં કપાસ મગફળી અને અન્ય ખેતીપાકોને ફાયદો થયો હતો. પરંતુ સાવરકુંડલા (Savarkundala) તાલુકાના ખડસલી ગામે વરસાદ આવતા મગફળીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી વરાપ નીકળતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળીના પાકને ખેંચીને મગફળીના પાતરા કર્યા હતા પરંતુ વરસાદને લઈને સમગ્ર પાકને મોટું નુકસાન થયું છે. પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

અમરેલી (Amereli) જિલ્લામાં ત્રણ મહિના પહેલાં જ આ વખતે તોકતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. આ વાવાઝોડામાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ત્યારબાદ ખેડૂતોએ કપાસ અને મગફળીના પાકનું વાવેતર ફરી કર્યું હતું. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે મગફળીનો પાક સારો થશે અને આવનારા દિવસોમાં સારા ભાવ પણ મળશે. ગઈકાલે સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ધોધમાર વરસાદ આવતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મગફળીના પાકને નુકસાન થતાં હવે પશુઓને ઘાસચારા માં પણ આ મગફળીના પાથરા ઉપયોગમાં આવશે નહિ. ત્યારે ખેડૂતોની એકજ માંગ છે કે સરકાર દ્રારા સહાય આપવામાં આવે.

આ વર્ષે અમરેલી (Amereli) જિલ્લાના ખેડુતો ઉપર ડબલ માર પડ્યો છે.પ્રથમ તોકતે વાવાઝોડાએ ખેડૂતોને નિરાશ કર્યા ત્યારબાદ જિલ્લામાં વધારે વરસાદ થયો અને ગઈકાલે સાંજના ખડસલી ગામે ધોધમાર વરસાદ આવતા મગફળીના પાથરા પલળી જતા ખેડુતોની તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું.જેને લઈને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરાવીની સહાય આપે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news