Monsoon: સૌરાષ્ટ્ર પંથકમાં મેઘ મહેર: ગાજવીજ સાથે 3 ઇંચ જેટલો વરસાદ, બેના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં ઉનામાં મેઘરાજા શાનદાર સવારી સાથે તૂટી પડતાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે તલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના લીધે નદી-નાળા છલકાયા હતા.
Trending Photos
જુનાગઢ: ધીમે ધીમે ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં બફારાનું પ્રમાણ વધી ગયું છે. નવરાત્રિના સમયે ગરબે રમતા રમતા પરસેવો તરબોળ થઇ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી ઝાપટાંના લીધે પ્રસરી જવા પામી છે. ગત 24 કલાકમાં આ વરસાદીના ઝાપટાની લીધે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે આકાશી વિજળી પડતા બે વ્યક્તિના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં ઉનામાં મેઘરાજા શાનદાર સવારી સાથે તૂટી પડતાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે તલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના લીધે નદી-નાળા છલકાયા હતા. જ્યારે જૂનાગઢ 1 ઇંચ, અમરેલીના વડીયામાં દોઢ ઇંચ, કોટડાપીઠામાં 1 ઇંચ, પ્રભાસ પાટણમાં અડધો ઇંચ, પ્રભાસ પાટણમાં અડધો ઇંચ, કોડીનાર તાલુકામાં 19 મીમી વરસાદ ખાબક્યો હતો.
વરસાદની સાથે આકાશી વિજળી પડતાં શીશાંગ અને ચુડામાં બે વ્યક્તિના મોત થયા હતા. કાલાવડ તાલુકાના શીશાંગ ગામે ખેતરેથી પાછા ફરી રહેલા રવિરાજસિંહ ઉદુભા જાડેજા (ઉ.વ.32) નામના યુવાન પર મોડીરાતે અચાનક આકાશી વીજળી પડતા તેને તાત્કાલિક કાલાવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે બીજી તરફ ભેંસાણ તાલુકાનાં ચુડા ગામમાં રહેતા મકન્યા દડીભાઇ બારેલા(ઉ.વ.51) ખેતી કામ કરતા હતાં. ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું.
જ્યારે શિવરાજપુર ગામે આવેલા ડોળા વિસ્તારમાં ચરતાં પશુ પર વિજળી પડતા બે પશુના મોત થયા હતા. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોએ ઉપાડેલી માંડવીમાં ભારે નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે