જેમના હાથનું ભોજન ખાઇને PM મોદીથી માંડી CM રૂપાણી પણ આંગળા ચાંટી જતા, તેમનું મોત

ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે સતત વિકટ થઇ જઇ રહી છે. ખાસ કરીને ગુજરાતનાં પાંચ મહાનગરોમાં તો સ્થિતી બેકાબુ બની હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં કેસોની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે. તેવામાં કોરોનાથી કોઇ વીઆઇપી હોય કે સામાન્ય નાગરિક દરેક કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. જો કે વીઆઇપી લોકો પોતાની ટોપની સારવાર અને વગને કામે લગાડી કોરોનામાંથી બેઠા થઇ જાય છે. પરંતુ સામાન્ય માણસ સરકારી હોસ્પિટલોમાં દાખલ થઇને ઘણી વખત પરેશાન પણ થતો હોય છે.
જેમના હાથનું ભોજન ખાઇને PM મોદીથી માંડી CM રૂપાણી પણ આંગળા ચાંટી જતા, તેમનું મોત

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે સતત વિકટ થઇ જઇ રહી છે. ખાસ કરીને ગુજરાતનાં પાંચ મહાનગરોમાં તો સ્થિતી બેકાબુ બની હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં કેસોની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે. તેવામાં કોરોનાથી કોઇ વીઆઇપી હોય કે સામાન્ય નાગરિક દરેક કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. જો કે વીઆઇપી લોકો પોતાની ટોપની સારવાર અને વગને કામે લગાડી કોરોનામાંથી બેઠા થઇ જાય છે. પરંતુ સામાન્ય માણસ સરકારી હોસ્પિટલોમાં દાખલ થઇને ઘણી વખત પરેશાન પણ થતો હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી હોસ્પિટલમાં વીઆઇપી લોકોની જે પ્રકારે સારવાર અને દેખરેખ થતી હોય છે તેવી દેખરેખ સામાન્ય નાગરિકની થતી હોતી નથી. વીઆઇપીને કદાચ જરૂર ન હોય તો પણ વેન્ટિલેટરથી માંડીને ઓક્સિજન સુધીની તમામ વ્યવસ્થા સ્ટેન્ડ ટુ રાખવામાં આવે છે. તો બીજી તરફ સામાન્ય નાગરિકને જરૂર હોવા છતા પણ વેન્ટિલેટર કે ઓક્સિન નહી મળવાનાં કારણે આ અભાવથી નાગરિકનું મોત નિપજતું હોય છે. આવી અનેક ઘટનાઓ સામે પણ આવતી રહે છે. 

તેવામાં ગાંધીનગરના ગાંધીનગર સરકીટ હાઉસમા કામ કરતા રસોઈ વિભાગનાં વેંઈટરનું કોરોનાં કારણે મૃત્યુ નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા ગાંધીનગર સરકીટ હાઉસનાં 16 જેટલા કર્મચારીઓ થયાં હતાં કોરોનાં સંક્રમિત. જેમા સંક્રમિત થયેલ રસોઈ વિભાગનાં એક કર્મચારીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. લાંબા સમયથી રસોઇ વિભાગમાં કામ કરતા તુકારામ નામના કર્મચારીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તે વડાપ્રધાન મોદીથી માંડીને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક નેતાઓને પોતાના હાથનું ભોજન પિરસી ચુક્યા છે તેમનું નિધન થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news