રાજકોટ : 8 વર્ષની બાળકીને રમાડવાને બહાને લઈ જઈને પીંખનાર નરાધમ આખરે પકડાયો
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી છે. ખુલ્લા મેદાનમાં લઇ જઇ મોંઢે ડુમો આપીને નરાધમે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ઘર પાસે રમતી હતી ત્યારે આંગળી પકડી લઇ જઇ આચર્યું કુકર્મ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુંજકા ગામે ભાડેથી રહેતાં પરપ્રાંતીય બે સંતાનના પિતા કિશોર તાવડે વિરૂદ્ધ 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ફરીયાદ નોંધાઇ હતી. પોલીસ ફરિયાદમાં 31 તારીખની રાત્રે ઘર પાસે રમતી 8 વર્ષની બાળકીને આરોપી કિશોર તાવડે આંગળી પકડીને લઇ ગયો હતો. ખુલ્લા પ્લોટમાં લઈ જઈ મોંઢા પર ડુમો આપીને ‘હું કહું તેમ કરજે’ કહીને દુષ્કર્મ આચર્યું હતું. 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ફરીયાદ નોંધાતા જ યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી કિશોર તાવડેને દબોચી લીધો હતો અને તેની સામે અપહરણ, બળાત્કાર અને પોક્સોના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરત કમિશનરે કોરોનાના નવા સ્ટ્રેઇનના એવા લક્ષણો ગણાવ્યા કે ડરી જવાય
નરાધમ પોલીસ સકંજામાં...
સમગ્ર કેસ મામલે ઝોન-2ના ડીપીસી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, મુંજકામાં ભાડેથી રહેતાં પરણેલા મરાઠી શખ્સ કિશોર તાવડે બે સંતાનોનો પિતા છે. જેણે 8 વર્ષની એક બાળાને હવસનો શિકાર બનાવી હોવાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. રમવા ગયેલી બાળા લાંબો સમય સુધી ઘરે ન આવતાં તેના દાદી શોધવા નીકળ્યા હતાં. એ પછી બાળકી ધૂળ ધૂળ થઇ ગયેલી હાલતમાં દોડી આવી હતી અને પોતાની સાથે જે કંઇ બન્યું તેણીએ પરિવારજનો સામે વર્ણવતા ચોંકી ઉઠ્યા હતા. જોકે આરોપીની પોલીસે પૂછપરછ કરતા કિશોર તાવડે બેશરમ થઇને 31 માર્ચના રાત્રિના નવેક વાગ્યે ઘર પાસે રમતી 8 વર્ષની બાળાનો હાથ પકડી નજીકના પટમાં લઇ ગયો હતો અને ત્યાં સુવડાવી ‘હું કહું તેમ કરજે’ કહી મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસને નિવેદન આપ્યું હતું. જેથી પોલીસે ભોગ બનનાર 8 વર્ષની બાળકીના દાદીમાની ફરિયાદ પરથી IPCની કલમ 363, 376 (B) અને પોક્સોની કલમ હેઠળ બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : રાજકોટમાં દર્દીઓ માટે જડીબુટ્ટી સમાન રેમડેસીવીર ઇન્જેક્શન ખૂટી પડ્યા, સ્થિતિ વધુ ગંભીર
નરાધમ કિશોર તાવડે અને બાળકીનાં મેડિકલ ચેકઅપ પોલીસે કરાવ્યા છે અને નક્કર પુરાવાઓ એકત્ર કરી એફએલએલમાં મોકલવામાં આવ્યા છે. હાલ પોલીસે આરોપીને જેલનાં સળીયા ગણતો કરી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે