IPL: ક્રિસ ગેલે T20માં ફટકારી રેકોર્ડ 22 સદી પણ 21 વર્ષનો બેટ્સમેન તેના કરતા વધુ ખતરનાક, ફટકારી 200 સિક્સર
Rahmanullah Gurbaz vs Chris Gayle: IPLની 16મી સીઝનમાંથી વધુ એક ખતરનાક બેટ્સમેન જોવા મળી રહ્યા છીએ. તેનો T20 સ્ટ્રાઈક રેટ અનુભવી બેટ્સમેન ક્રિસ ગેલ કરતા પણ સારો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે રમતા આ વિદેશી ખેલાડીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ધમાકેદાર ઇનિંગ રમી હતી.
Trending Photos
ક્રિકેટમાં ઝડપી કે આક્રમક બેટ્સમેનની વાત કરવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનું નામ સૌથી પહેલાં આવે છે. T20માં તેના રેકોર્ડ સામે કોઈ ટકી શકતું નથી. તેણે T20 ક્રિકેટમાં 22 સદી ફટકારી છે. આ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. અન્ય કોઈ ખેલાડી 10 સદી સુધી પણ પહોંચી શક્યો નથી.
43 વર્ષીય ક્રિસ ગેલે 463 મેચમાં 14562 રન બનાવ્યા છે. તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. 22 સદી ઉપરાંત તેણે 88 અડધી સદી પણ ફટકારી છે. 175 અણનમ શ્રેષ્ઠ પ્રદર્શન છે. ટી20 ઈતિહાસની આ સૌથી મોટી ઈનિંગ્સ પણ છે. તેનો સ્ટ્રાઈક રેટ 145 છે. પરંતુ IPL 2023માં આવનાર યુવા બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝનો સ્ટ્રાઈક રેટ ગેઈલ કરતા સારો છે.
અફઘાનિસ્તાનના 21 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝનો T20 સ્ટ્રાઈક રેટ 150 છે. એટલે કે સ્ટ્રાઈક રેટના મામલે તે ગેઈલ કરતા વધુ ખતરનાક છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા ગુરબાજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 44 બોલમાં 57 રન બનાવ્યા હતા. 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
રહેમાનુલ્લા ગુરબાઝ અફઘાનિસ્તાન તરફથી IPLમાં અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ છે. T20ના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો ગુરબાજે 126 મેચમાં 26ની એવરેજથી 3183 રન બનાવ્યા છે. એક સદી અને 20 અડધી સદી ફટકારી છે. 121 અણનમ શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે 201 સિક્સર પણ ફટકારી છે.
અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન ગુરબાઝે ટીમ માટે 15 ODI અને 41 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે. રહેમાનુલ્લા ગુરબાઝે વનડેમાં 42ની એવરેજથી 582 રન બનાવ્યા છે. તેણે 3 સદી અને 2 અડધી સદી ફટકારી છે. 127 રન શ્રેષ્ઠ પ્રદર્શન છે. સ્ટ્રાઈક રેટ 88 છે.
રહેમાનુલ્લા ગુરબાઝે T20 ઈન્ટરનેશનલમાં 25ની એવરેજથી 1019 રન બનાવ્યા છે. 5 અડધી સદી ફટકારી છે. 87 રન શ્રેષ્ઠ પ્રદર્શન છે. સ્ટ્રાઈક રેટ 134 છે. તેની એવરેજ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 50 અને લિસ્ટ-A ક્રિકેટમાં 40 છે. KKRના માલિક બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને તેને ખરીદ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે