School સંચાલકો દ્વારા બોન્ડના નામે 7 કરોડની છેતરપિંડી, વાલીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

ચાંગા (Changa) ગામમાં આવેલી વાયબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડમી સ્કૂલ (Vibrant International Academy School) નાં સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી વિદ્યાલક્ષ્મી બોન્ડ (Vidhya Laxmi Bond) ના નામે અઢી લાખથી લઈને સાડા ત્રણ લાખની રકમ ઉઘરાવવામાં આવી હતી.

School સંચાલકો દ્વારા બોન્ડના નામે 7 કરોડની છેતરપિંડી, વાલીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

બુરહાન પઠાણ, આણંદ: આણંદ જિલ્લાના ચાંગા ખાતે આવેલી વાયબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડમી સ્કૂલ (Vibrant International Academy School) ના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી વિદ્યાલક્ષ્મી બોન્ડ (Vidhya Laxmi Bond) ના નામે નાણાં ઉઘરાવી કરાર અનુસાર નાણાં પરત નહીં આપી વાલીઓ સાથે સાત કરોડથી વધુની છેતરપીંડી કરતા આજે વાલીઓ દ્વારા સ્કૂલમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ચાંગા (Changa) ગામમાં આવેલી વાયબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડમી સ્કૂલ (Vibrant International Academy School) નાં સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી વિદ્યાલક્ષ્મી બોન્ડ (Vidhya Laxmi Bond) ના નામે અઢી લાખથી લઈને સાડા ત્રણ લાખની રકમ ઉઘરાવવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ કરાર અનુસાર બોન્ડની રકમ વાલીઓને પરત આપવમાં નહીં આવતા વાલીઓ દ્વારા શાળામાં હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી બોન્ડની રકમ પરત આપવાની માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી વિદ્યાલક્ષ્મી બોન્ડ (Vidhya Laxmi Bond) ના નામે પૈસા ઉઘરાવી ધોરણ 1 થી 10 સુધી વિદ્યાર્થી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લીધા સિવાય મફત શિક્ષણ આપી ધોરણ 10 બાદ વાલીને બોન્ડની રકમ પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં શાળા સંચાલકો દ્વારા બોન્ડની રકમ પરત નહીં આપી 250 થી વધુ વાલીઓ સાથે 7 કરોડથી વધુની છેતરપિંડી (Froud) કરતા વાલીઓ દ્વારા આ અંગે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news