પશુ પાલનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા મહિને કરે છે 2 લાખની કમાણી
જિલ્લાના કપડવંજમાં નારી શક્તિનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું છે. દસ વર્ષ પહેલા બે ગાયોથી પશુ પાલનનો વ્યવસાય કરનારી મહિલા આજે દશ વર્ષ બાદ 32 ગાયો ભેસોનો તબેલો ચલાવી રહ્યા છે. એટલુ જ નહી પશુ પાલનના આ વ્યવસાય થકી મહિને રૂ.2 લાખનું દુધ મંડળીમાં ભરી રહ્યા છે.
Trending Photos
યોગીન દરજી/ખેડા: જિલ્લાના કપડવંજમાં નારી શક્તિનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું છે. દસ વર્ષ પહેલા બે ગાયોથી પશુ પાલનનો વ્યવસાય કરનારી મહિલા આજે દશ વર્ષ બાદ 32 ગાયો ભેસોનો તબેલો ચલાવી રહ્યા છે. એટલુ જ નહી પશુ પાલનના આ વ્યવસાય થકી મહિને રૂ.2 લાખનું દુધ મંડળીમાં ભરી રહ્યા છે.
તબાલામાં ભેસોને ઘાસચારો ખવડાવી રહેલા મંજુલાબેનને જોઇ પ્રાથિમક દ્રષ્ટીએ કોઇ અભણ અને ગ્રામ્ય મહિલાની છબી મનમાં આવે તે સ્વાભાવીક છે. પરંતુ અમે આપને જણાવી દઇએ કે, જ્યારે વાત આવે રોજગારી અને કમાણીને ત્યારે મંજુલા બહેને શહેરની શિક્ષીત યુવતીઓને અને બીઝનેસ વુમનોને પણ પાછળ પાડી દીધી છે. કપડવંજ તાલુકાના આંબલીયારા ગામે રહેતા મંજુલાબેન 32 ગાયો-ભેસોનો તબેલો ચવાલે છે.
32 ગાયો ભેસોના તબેલામાં તેઓ દરરોજનું 200 લીટર એટલે કે રૂ.6 હજારનું દુધ ઉત્પાદન કરે છે. જે દુધ તેઓ સ્થાનિક મંડળીમાં ભરી મહિને પોણા બે થી બે લાખ રૂપિયાની કમાણી કરે છે. જ્યારે ઝી 24 કલાકે મંજુલાબેન સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યુ કે, જો તમે પણ મહેનત કરશો તો ચોક્કસ આગળ પણે આગળ વધી શકો છો. અને તેમણે વધુમાં જણાવ્યું કે, મારી પાસે દશ વર્ષ પહેલા 2 ગાયો હતી, જે બાદ ધીરે ધીરે લોન લઇ આજે 32 ગાયો-ભેસો કરી છે.
મંજુલાબેને 10 વર્ષ પહેલા ખાનગી બેંકમાંથી લોન લીધી હતી. જે લોન તેઓએ સમયસર ભરપાઇ કરતા તેઓ બેંકના નિયમીત ગ્રાહક બની ગયા છે. હાલ તેઓએ રૂ.75 હજારની લોન બેંકમાં ચાલુ છે. અને તેમની આ પ્રગતીથી બેંકના અધિકારીઓ પણ ખુશ છે.
બેંક અધિકારીએ જણાવ્યુ કે, મંજુલાબેન ખરા અર્થમાં અમારા આદર્શ ગ્રાહક છે. તેઓએ દશ વર્ષ પહેલા અમારા ત્યાથી લોન લીધી હતી, જે બાદ થી તેઓ અમારા રેગ્યુલર ગ્રાહક બન્યા છે. અને આજે તેઓની 75 હજારની લોન અમારે ત્યા ચાલુ છે. તેઓ 32 પશુઓ રાખીને સારી એવી કમાણી કરી રહ્યા છે. ખરેખર મંજુલાબેન નારી શક્તિનું એક આદર્શ ઉદાહરણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે