ગુજરાત કોંગ્રેસમાં પદને લઇને વિવાદ, અમિત નાયકે નામ લીધા વિના મનિષ દોશી પર કર્યા પ્રહાર

કોંગ્રેસના મિડિયા પેનલીસ્ટ અમિત નાયકે ફેસબુક પોસ્ટ કરી છે, જેનું લખાણ વિવાદાસ્પદ જણાઈ રહ્યું છે. તેમનું લખ્યું છે કે, કોઇ સ્થાન કે પદ કાયમી હોતું નથી પણ ગુજરાત કોગ્રેસમાં 15-15 વર્ષોથી પ્રવક્તાના પદ ઉપર એક ના એક વ્યક્તિને કાયમી સ્થાન (દસ્તાવેજ ) તે નવી પેઢી માટે રાજકીય શોષણ સમાન...

ગુજરાત કોંગ્રેસમાં પદને લઇને વિવાદ, અમિત નાયકે નામ લીધા વિના મનિષ દોશી પર કર્યા પ્રહાર

ગૌરવ દવે/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પદને લઇને વધુ એક વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના મિડિયા પેનલીસ્ટ અમિત નાયકે વિવાદાસ્પદ પોસ્ટ કરીને આજે ખળભળાટ મચાવ્યો છે. તેમણે અંદરોઅંદર ડખામાં કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વિના છેલ્લા 15 વર્ષથી કોગ્રેસની પ્રવક્તા રહેલા વ્યક્તિને ટાર્ગેટ કર્યા છે. 

કોંગ્રેસના મિડિયા પેનલીસ્ટ અમિત નાયકે ફેસબુક પોસ્ટ કરી છે, જેનું લખાણ વિવાદાસ્પદ જણાઈ રહ્યું છે. તેમનું લખ્યું છે કે, કોઇ સ્થાન કે પદ કાયમી હોતું નથી પણ ગુજરાત કોગ્રેસમાં 15-15 વર્ષોથી પ્રવક્તાના પદ ઉપર એક ના એક વ્યક્તિને કાયમી સ્થાન (દસ્તાવેજ ) તે નવી પેઢી માટે રાજકીય શોષણ સમાન...

કોંગ્રેસના મિડિયા પેનલીસ્ટ અમિત નાયકે આ પોસ્ટ કરીને પરોક્ષ રીતે લાંબા સમયથી પ્રવક્તા રહેલા વ્યક્તિને ટાર્ગેટ કર્યા છે. 

મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસમાં સામી ચૂંટણીએ ડખા ચાલુ થયા છે. કોંગ્રેસના એક પછી એક પ્રવકતાઓ જ રોષ ઠાલવી રહ્યા છે. હવે ટીવી ડિબેટમાં બેસતા કોંગ્રેસના નેતા અમિત નાયક નારાજ થયા છે. અમિત નાયકે નામ લીધા વિના મનિષ દોશી પર આકરા પ્રહારો કર્યા હતા. જેના કારણે ફરીથી રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. અમિત નાયકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું છે કે કોંગ્રેસમાં નવી પેઢીનું રાજકીય શોષણ થઈ રહ્યું છે. 15 વર્ષથી એક જ પ્રવકતા કઈ રીતે હોઈ શકે? કોઈ સ્થાન કે પદ કાયમી ન હોય તો પ્રવકતા 15 વર્ષથી કેમ?.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news