SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની કળા-સંસ્કૃતિનું વધું એક નજરાણું, શ્રેષ્ઠ આર્કિટેક્ચરનું પ્રદર્શન કરાયું 

ગુજરાતની કળા-સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરતા કન્ટેનર્સને ઉત્તમ ડિઝાઈન કરાયા છે. બોક્સ-પાર્ક વિસ્તારમાં કન્ટેનર્સને વિખ્યાત કળાશૈલીઓ સાથે લોકલ ટચના ફ્યુઝનથી કંડારવામાં આવ્યા છે. 

SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની કળા-સંસ્કૃતિનું વધું એક નજરાણું, શ્રેષ્ઠ આર્કિટેક્ચરનું પ્રદર્શન કરાયું 

ઝી બ્યુરો/અમદાવાદ: SVPI એરપોર્ટ મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવોમાં અભિવૃદ્ધિ કરવા સતત અગ્રેસર રહ્યું છે. એરપોર્ટ પર ડ્રોપીંગ માટે આવતા મુસાફરોના સ્વજનોને શોપિંગની તક સાથે બહેતર અનુભવ મળી રહે તે માટે ન્યૂ બોક્સ-પાર્ક કન્સેપ્ટ ડિઝાઈન કરવામાં આવ્યો છે. 

મુસાફરોના પરિજનો આપણા ગુજરાતની અસ્મિતાનો જીવંત અનુભવ કરી શકે તે માટે નવા ઝોનમાં પેઇન્ટેડ કન્ટેનર્સ સાથે અનુરૂપ જગ્યા બનાવવામાં આવી છે. ગુજરાતની કળા-સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરતા કન્ટેનર્સને ઉત્તમ ડિઝાઈન કરાયા છે. બોક્સ-પાર્ક વિસ્તારમાં કન્ટેનર્સને વિખ્યાત કળાશૈલીઓ સાથે લોકલ ટચના ફ્યુઝનથી કંડારવામાં આવ્યા છે. 

ટર્મિનલ-1ના પ્રસ્થાન વિસ્તારને કલાકારોએ બાંધણી કળા, ગીરના પ્રખ્યાત એશિયાટિક સિંહ, વૈશ્વિક લોક કળાના ઉત્તમ નમૂના સમો પતંગોત્સવ, કચ્છી ભરતકામ માટે જાણીતી ભારત કામ જનજાતિ વગેરેને ગ્રાફિક આર્ટના રૂપમાં આવરી લઈ શ્રેષ્ઠ આર્કિટેક્ચરનું પ્રદર્શન કરાયું છે. 

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સી-ઓફ સેલ્ફીને વધુ સુંદર બનાવવા માટે કેનોપીમાં 100 થી વધુ છોડ અને તેની આસપાસ બેસવાની જગ્યા બનાવવામાં આવી છે. તદુપરાંત તેમાં સંકલ્પ, લંડન યાર્ડ પિઝા, રૂધ્વય વગેરેના આઉટલેટ્સ પણ હાથવગા હશે. નવા બોક્સ-પાર્ક પરથી હરિયાળી વચ્ચે પ્રિયજનોને વળાવવાની ક્ષણો જીવંત અને યાદગાર બની રહેશે.

ડિઝાઇનર કલાકારો વિશે જાણો:
1. પ્રજ્ઞેશ પરમાર એક ભારતીય ગ્રાફિક ડિઝાઈનર, ટાઈપ ડિઝાઈનર અને સ્ટ્રીટ આર્ટિસ્ટ છે જેમણે ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં એપ્લાઈડ આર્ટ્સમાં અંડરગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમણે 2014માં વડોદરાની એમ.એસ યુનિ. ખાતે સ્પેસ-ડિઝાઇનિંગ, ટાઇપ-ડિઝાઇનિંગ, બ્રાન્ડિંગ સહિત અનેક ઇન્સ્ટોલેશનમાં કામ કર્યું છે. ''ઝીરો'' ઉપનામથી જાણીતા ગ્રેફિટી કલાકાર ઉપરાંત તેઓ સ્ટ્રીટ-આર્ટ પ્રોજેક્ટ્સમાં મહારત ધરાવે છે.

2. કુ. શ્રુતિ કટિયાર દિલ્હીની ગ્રાફિક ડિઝાઇનર અને ચિત્રકાર છે. તેઓ પ્રકૃતિ અને સંસ્કૃતિના સુમેળ દ્વારા પ્રેરિત લેન્ડસ્કેપ્સને સમકાલીન ચિત્રોમાં પુન:અંકિત કરે છે.

એક્ઝેક્યુશન કલાકાર વિશે:
કુ. સાધના પ્રસાદ મુંબઈના મલ્ટિડિસિપ્લિનરી આર્ટિસ્ટ અને મ્યુરલિસ્ટ છે. તેઓ પ્રેક્ટિસ દ્વારા સાંસ્કૃતિક સંદર્ભોની સાથે સાપેક્ષતા, સ્ત્રી સશક્તિકરણ સાથે લોકોને જોડી આબેહૂબ અવનવી થીમ્સ બનાવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news