વિદેશ જવાનું સપનું જોનારા જરૂર વાંચે, દર્દનાક સ્થિતિમાં ભરૂચની તસ્લીમા પટેલનો વીડિયો વાયરલ

વિદેશ મોકલતા એજન્ટોની ચૂંગાલમાં ભરૂચની મહિલા ફસાઈ છે. કામના બહાને વિદેશ મોકલ્યા બાદ મહિલા સાથે અત્યાચાર કરાઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દર્દનાક સ્થિતિમાં તસ્લીમા પટેલ નામની મહિલાએ વાયરલ વીડિયોમાં વ્યથા રજૂ કરી છે.

 વિદેશ જવાનું સપનું જોનારા જરૂર વાંચે, દર્દનાક સ્થિતિમાં ભરૂચની તસ્લીમા પટેલનો વીડિયો વાયરલ

ઝી બ્યુરો/ભરૂચ: વિદેશ જવાના ખ્વાબ જોનારા અનેક લોકોને લઈને હાલ માઠા સમાચાર મળી રહ્યા છે, તેમ છતાં ડોલર કમાવવાની લાયમાં લોકો પોતાની જિંદગી દાવ પર લગાવી રહ્યા છે. ઘણીવાર ગેરકાયદેસર રીતે વિદેશમાં પ્રવેશ કરનારાઓ ખોટો રસ્તો અપનાવે છે, જેથી તેઓ મોતના મુખમાં ધકેલાય છે. જો વિદેશ જવાનુ સપનુ આવુ હોય તો પછી શું કામ આવુ સપનુ જોવુ. છેલ્લાં કેટલાય સમયથી એજન્ટના સહારે વિદેશોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા અકાળે મોતને ભેટ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર વિદેશ મોકલતા એજન્ટોની ચુંગાલમાં ભરૂચની મહિલા ફસાઈ છે.

ભરૂચની તસ્લીમા પટેલનો વીડિયો વાયરલ
થોડા સમય પહેલા જ અમદાવાદના એક દંપતી સાથે જે થયુ તે રુંવાડા ઉભા કરી દે તેવું છે. ત્યારે ફરી એકવાર વિદેશ મોકલતા એજન્ટોની ચૂંગાલમાં ભરૂચની મહિલા ફસાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કામના બહાને વિદેશ મોકલ્યા બાદ મહિલા સાથે અત્યાચાર કરાઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદેડા ગામની મહિલાનો વીડિયો વાયરલ થયો છે. મહિલાનો વીડિયો જોતા ઓમાન, મસ્કતમાં મહિલા ફસાઈ હોવાનો વિડીયોમાં દાવો થઈ રહ્યો છે. ઇન્ડિયન એમબેસી સહિત પ્રધાનમંત્રી પાસે મુસ્લિમ મહિલાએ મદદની ગુહાર લગાવી છે. તસ્લીમા પટેલ નામની મહિલાએ દર્દનાક સ્થિતિમાં વીડિયો વાયરલ કરી મદદ માગી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) August 22, 2023

અમદાવાદના દંપતી સાથે રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના
અમદાવાદના એક દંપતી સાથે થોડા સમય પહેલા રુંવાડા ઉભા કરી દે તેવી એક ઘટના બની હતી. જેનો વીડિયો એટલો દર્દનાક હતો કે લોકો જોઈ પણ શકતા નહોતા. એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઈરાન પહોંચી ગયું. જ્યાં તેમનુ અપહરણ કરવામાં આવ્યું. હવે આ દંપતીને એવી યાતનાઓ આપવામાં આવી રહી છે, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શહેર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા. તે કરગરી રહ્યો છે કે, માંગો એટલા રૂપિયા આપી દો.

યુવકના શરીર પર બ્લેડ મારેલો વીડિયો
યુવક પંકજ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેને બાથરૂમમાં ઊંધો સૂવડાવાયો છે. તેના પીઠ પર બ્લેડથી અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે. તેની આખી પીઠ લોહીથી ખરડાઈ ગયેલી છે. દર્દથી કણસતો યુવક રીતસરનો કરગરી રહ્યો છે. તે આજીજી કરી રહ્યો છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીંતર આ લોકો મને મારી નાંખશે. 

પરિવારને મોકલાયો વીડિયો
પંકજ પટેલ પર યાતનાઓ કરતો આ વીડિયો તેના પરિવારજનોને મોકલાયા છે. જેમા એક વીડિયોમાં પતિ અને પત્ની સ્વીમિંગ પુલ પાસે ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવે છે. તો બીજા વીડિયોમાં પંકજ પટેલ પર યાતનાઓ કરવામા આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news