દીકરી સાથે અમદાવાદ મેચ જોવા પહોંચી અનુષ્કા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પતિને કરશે ચીયર અપ

ભારત અને ઇંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે અમદાવાદમાં (Ahmedabad) 5 મેચની ટી-20 સિરીઝ (T20 Series) રમાઈ રહી છે. આ સિરીઝ માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) પત્ની અનુષ્કા (Anushka Sharma) અને તેમની પુત્રી વામિકા (Vamika Kohli) પણ અમદાવાદ આવી પહોંચ્યા છે

Updated By: Mar 16, 2021, 02:28 PM IST
દીકરી સાથે અમદાવાદ મેચ જોવા પહોંચી અનુષ્કા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પતિને કરશે ચીયર અપ

ઝી મીડિયા/ બ્યૂરો: ભારત અને ઇંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે અમદાવાદમાં (Ahmedabad) 5 મેચની ટી-20 સિરીઝ (T20 Series) રમાઈ રહી છે. આ સિરીઝ માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) પત્ની અનુષ્કા (Anushka Sharma) અને તેમની પુત્રી વામિકા (Vamika Kohli) પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. બંને ત્રીજી ટી-20 મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે જોવા મળી શકે છે. અનુષ્કા અને વામિકા હાલ વિરાટ કોહલી સાથે હોટલ હયાત રેજન્સીમાં (Hotel Haya Regency) રોકાયા છે. ત્રણેયની લાંબા સમય બાદ મુલાકાત થઈ છે.

અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
અનુષ્કાએ (Anushka Sharma) હોટલ હયાત રેજન્સીના (Hotel Haya Regency) લાઉન્સથી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. તે લાઉન્સ એરિયામાં એક મોટી વિન્ડો પાસે ડેનિમ જીન્સ અને એક જેકેટમાં સોફા પર બેઠી જોવા મળી રહી છે. જો કે, આ તસવીરમાં તેમની પુત્રી વામિકા (Vamika Kohli) દેખાઈ રહી નથી.

આ પણ વાંચો:- IND vs ENG: દર્શકોની ગેરહાજરીમાં રમાશે અંતિમ ત્રણ ટી20 મેચ, જાણો જેણે ટિકિટ લીધી છે તેને પૈસા પરત મળશે કે નહીં

ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ રોકાયા હોટલ હયાતમાં
ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ હોટલ હયાતમાં પોતાના પરિવાર સાથે રોકાયા છે. મેચની શરૂઆતથી જ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, ચેતેશ્વર પુજારા, સૂર્યકુમાર યાદવ અને અજિંક્ય રહાણે તેમના પરિવાર સાથે અહીં રોકાયા છે. આ તમામ ખેલાડી તેમના પરિવાર અને બાળકો સાથે મજાક મસ્તી કરી રહ્યા છે. ટેસ્ટ બાદ ઘણા ખેલાડીઓ તેના ઘર તરફ વળ્યા હતા.

આ પણ વાંચો:- અમદાવાદના ઐયર પરિવારની ત્રણ પેઢીએ લીધી વેક્સીન, સમાજને આપ્યો ખાસ સંદેશ

કેટલાક ખેલાડીઓ ઘર તરફ પરત ફર્યા
ટેસ્ટ સિરીઝ બાદ પુજારા, રહાણે, રિદ્ધિમાન સાહા અને ઇશાંત ઘર તરફ પરત ફર્યા હતા. ભારતીય ટીમના કેટલાક ખેલાડી ટી-20 સિરીઝના 5 દિવસ પહેલા જ અમદાવાદ પરત ફર્યા હતા. આ તમામને હાલ આ સિરીઝ દરમિયાન હોટલમાં રોકાવવું પડશે. કોરોનાના કારણે દરેક ક્રિકેટર માટે હોલટમાં 1-1 રૂમ આપવામાં આવ્યો છે. બાયોબબલના કારણે તેમને દરેકને મળવાની પરવાનગી નથી. એટલું જ નહીં હોટલમાં કામ કરતા કર્મચારીઓને પણ 30 દિવસ સુધી હોટલમાંથી બહાર જવાની મંજૂરી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube