IND vs ENG: દર્શકોની ગેરહાજરીમાં રમાશે અંતિમ ત્રણ ટી20 મેચ, જાણો જેણે ટિકિટ લીધી છે તેને પૈસા પરત મળશે કે નહીં
હવે 16, 18 અને 20 માર્ચે આગામી ત્રણ ટી20 મેચ રમાવાની છે. હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને સૌથી મોટો નિર્ણય લીધો છે. બાકીની ત્રણેય મેચ હવે બંધ બારણે રમાશે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યમાં સતત વધી રહેલા કેસો વચ્ચે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝની અંતિમ ત્રણ ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહેતા હતા. જેને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી હતી.
કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. જેમાં બે મેચ રમાઈ ચુકી છે. હવે 16, 18 અને 20 માર્ચે આગામી ત્રણ ટી20 મેચ રમાવાની છે. હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને સૌથી મોટો નિર્ણય લીધો છે. બાકીની ત્રણેય મેચ હવે બંધ બારણે રમાશે. આ મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સૌથી મોટો વધારો થઈ રહ્યો છે.
જે લોકોએ ટિકિટ ખરીદી તેનું શું થશે?
ગુજરાત ક્રિકેટ એસોસિએશને આજે અચાનક ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝની અંતિમ ત્રણ મેચ દર્શકો વગર રમાડવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. આ ત્રણેય મેચની ટિકિટનું વેચાણ થઈ ગયું છે. અનેક લોકોએ ઓનલાઇન ટિકિટનું બુકિંગ પણ કરાવી લીધું છે. હવે જે લોકોએ ટિકિટ ખરીદી છે તેના મનમાં સૌથી મોટો સવાલ છે કે પૈસા પરત મળશે કે નહીં. ગુજરાત ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી છે કે જે દર્શકોએ ટિકિટ લીધી છે તેને પૈસા પરત મળશે.
ટિકિટના પૈસા પરત મળશે
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ મીડિયા યાદીમાં જણાવ્યુ કે, બાકીની ત્રણેય મેચ બંધબારણે રમાશે. જે લોકોએ ટિકિટ ખરીદી છે તેને તમામ પૈસા પરત આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે