અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે નાથ નિકળશે નગરચર્યાએ, ભક્તોને કરવામાં આવી ખાસ અપીલ

કોરોના મહામારીનાં કારણે મોટા ભાગનાં ધાર્મિક ઉત્સવો રદ્દ થઇ ચુક્યા છે અથવા તો થઇ રહ્યા છે. તેવામાં રથયાત્રા માટે સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સમાધાન લાવવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અંગે પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારીઓનાં ભાગરૂપે બેઠકોનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો છે. 
અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે નાથ નિકળશે નગરચર્યાએ, ભક્તોને કરવામાં આવી ખાસ અપીલ

અમદાવાદ : કોરોના મહામારીનાં કારણે મોટા ભાગનાં ધાર્મિક ઉત્સવો રદ્દ થઇ ચુક્યા છે અથવા તો થઇ રહ્યા છે. તેવામાં રથયાત્રા માટે સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સમાધાન લાવવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અંગે પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારીઓનાં ભાગરૂપે બેઠકોનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો છે. 

અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા અષાઢીબીજનાં દિવસે નિકળે છે. આ એક એવો ઉત્સવ છે જેનો દરેક અમદાવાદીનાં મનમાં ઉમંગ હોય છે. આ દિવસે ભગવાન જગન્નાથ ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નિકળે છે. જો કેઆ વખતે કોરોનાને કારણે ટોળા ન થાય તે ખુબ જ જરૂરી છે. તેવામાં રથયાત્રા નિકળવા છતા પણ લોકોનાં ટોળા ન થાય તેની તકેદારી રાખવી પોલીસ માટે મોટો પડકાર બનવાની છે. 

હાલ તો તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે રથયાત્રામાં નાગરિકો ટીવી પર જ દર્શન કરે અને લોકો બહાર ન આવે. બીજી તરફ રથયાત્રાનાં સમયમાં પણ પરિવર્તન કરીને શક્ય તેટલી ઝડપથી રથ સરસપુર પહોંચી મોસાળું પુર્ણ કરીને પરત નીજ મંદિર આવે તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news