Appeal News

ગુજરાતની પાવન ધરતીને રસાયણોથી મેલી નહી કરવા માટે રાજ્યપાલ-મુખ્યમંત્રીની અપીલ
ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા સંકલ્પબદ્ધ હોવાનો વિશ્વાસ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વ્યક્ત કર્યો. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રાજ્યના તમામ 33 જિલ્લાના કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ-બેઠક યોજી હતી. ગુજરાત પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં ઉપાડવા સંપૂર્ણ સજ્જ હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં એક દિવસે એક કલાકની બેઠક માત્ર પ્રાકૃતિક ખેતીની સમીક્ષા પ્રગતિની ચર્ચા માટે ગોઠવે.દેશી ગાય ધરાવતા અથવા દેશી ગાયના પાલનપોષણ માટે સહાય મેળવતા ખેડૂતોનો સંપર્ક કરી પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરીએ- ગૌશાળા-પાંજરાપોળને જીવામૃત-ઘન જીવામૃત તૈયાર કરી ખેડૂતોને આપવા પ્રોત્સાહિત કરીએ તે જરૂરી છે. જિલ્લા કક્ષાએ પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન સંમેલનો યોજી વધુને વધુ ખેડૂતોને તાલીમબદ્ધ કરીએ તે જરૂરી છે. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની સાફલ્યગાથાને અન્ય ખેડૂતો સુધી પહોંચાડીને પ્રેરણા પૂરી પાડવી જોઇએ. પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે તે પણ જરૂરી છે. 
May 6,2022, 23:17 PM IST
અમદાવાદ - ગાંધીનગર વિકાસ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે અમિત શાહની અપીલ
Aug 29,2021, 23:36 PM IST

Trending news