પાકિસ્તાનથી ઝામ્બિયા સુધી 'ગુલામ', ચીનના ચક્રવ્યૂહમાં ફસાયા દુનિયાના આ દેશ
સમગ્ર દુનિયા તાજેતરમાં કોરોનાનો સામનો કરી રહી છે. દુનિયા જાણે છે કે ચીનના વુહાનથી ફેલાયેલો આ વાયરસ કઈ રીતે મહામારીનું રૂપ લઈ ચુક્યો છે. પરંતુ આજે અમે વાત ચીનના કોરોના વાયરસની નહીં પરંતુ તેના કબજામાં દેવાની નીતિ વિશે વાત કરીશું. ચીન તેના દેવા નીતિથી દુનિયાને ગુલામ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દ્વારા ચીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પહેલા નાના દેશને લોન આપે છે. તેને તેનો દેવાદાર બનાવે છે અને પછીથી તેની સંપત્તિનો કબજો લે છે.
Trending Photos
નવી દિલ્હી: સમગ્ર દુનિયા તાજેતરમાં કોરોનાનો સામનો કરી રહી છે. દુનિયા જાણે છે કે ચીનના વુહાનથી ફેલાયેલો આ વાયરસ કઈ રીતે મહામારીનું રૂપ લઈ ચુક્યો છે. પરંતુ આજે અમે વાત ચીનના કોરોના વાયરસની નહીં પરંતુ તેના કબજામાં દેવાની નીતિ વિશે વાત કરીશું. ચીન તેના દેવા નીતિથી દુનિયાને ગુલામ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દ્વારા ચીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પહેલા નાના દેશને લોન આપે છે. તેને તેનો દેવાદાર બનાવે છે અને પછીથી તેની સંપત્તિનો કબજો લે છે.
કોરોના સમયગાળા દરમિયાન, વિશ્વના ઘણા દેશો ચીનના દેવાને કારણે ગુલામી તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકા, જર્મનીની ઘણી સંશોધન સંસ્થાઓએ ચીનની આ વ્યૂહરચના વિશે મોટો ખુલાસો કર્યો છે. સૌ પ્રથમ આ અહેવાલોમાં શું છે તે સમજો…
જર્મનીની કીલ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, 2000થી 2018ની વચ્ચે દેશો પર ચીનનું દેવું 500 અબજ ડોલરથી વધીને 5 ટ્રિલિયન ડોલર થયું છે. આજના હિસાબથી 5 ટ્રિલિયન ડોલર 375 લાખ કરોડ રૂપિયા થયા છે.
અમેરિકાના હાર્વર્ડ બિઝનેસ રિવ્યુના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની સરકાર અને તેની કંપનીઓએ 150થી વધુ દેશોને 1.5 ટ્રિલિયન ડોલર એટલે કે 112 લાખ 50 હજાર કરોડ રૂપિયાની લોન આપી છે. આ સમયે, ચીન વિશ્વનું સૌથી મોટું શાહુકાર છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકે પણ આટલી લોન આપી નથી. બંનેએ 200 અબજ ડોલર એટલે કે 15 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.
ડેટ-ટ્રેપ ડિપ્લોમેસી
આ ચીનની નવી કૂટનીતિ છે. તેના દ્વારા ચીન પહેલા નાના દેશોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે લોન આપે છે. તેને તેનો દેવાદાર બનાવે છે અને પછીથી તેની સંપત્તિનો કબજો કરે છે. ચીન વિશ્વના દેશોને દેવાની જાળમાં ફસાવી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, વિશ્વના જીડીપીના 6 ટકા જેટલી લોન ચીને અન્ય દેશોને આપી છે.
અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂનો રિપોર્ટ
2005માં ચીને 50થી વધુ દેશોને તેમના જીડીપીમાં 1 ટકા અથવા તેનાથી ઓછું ધિરાણ આપ્યું હતું, પરંતુ 2017ના અંત સુધીમાં ચીને તેમના જીડીપીના 15 ટકા કરતા વધુ ધિરાણ આપવાનું શરૂ કર્યું. જેમ કે જિબુતી, ટોંગા, માલદીવ, કોંગો, કિર્ગીઝસ્તાન, કંબોડિયા, નાઇજર, લાઓસ, ઝામ્બિયા અને મંગોલિયા જેવા ડર્ઝન દેશોને ચીને તેના જીડીપીના 20 ટકાથી વધારે લોન આપી છે. જેમાં પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને ઘણા આફ્રિકન દેશો સામેલ છે.
લોન આપવામાં ચીનનો પ્રથમ પસંદગીનો આફ્રિકન દેશ છે. કારણ એ છે કે મોટાભાગના આફ્રિકન દેશો ગરીબ અને નાના છે. ઓક્ટોબર 2018ના એક અહેવાલ મુજબ, આફ્રિકન દેશોએ તાજેતરના વર્ષોમાં ચીન પાસેથી વધુ લોન લીધી છે.
2010માં આફ્રિકન દેશો પરનું ચીનનું દેવું લગભગ 10 અબજ ડોલર એટલે કે લગભગ 75 હજાર કરોડ રૂપિયા હતું, જે 2016માં વધીને 30 અબજ ડોલર અથવા 2.25 લાખ કરોડ રૂપિયા થયું હતું. આફ્રિકન દેશ જિબુતી પર સૌથી વધુ ચીનનું દેવું છે. જિબુતી પર તેના જીડીપીના 80 ટકાથી વધુનું વિદેશી દેવું છે. જિબુતીના દેવામાં 77 ટકા ભાગ ચીનનો છે.
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વર્લ્ડ બેંકે ઘણી વખત વિશ્વની સરકારોને લોનની શરતો અંગે વધુ પારદર્શિતા રાખવા જણાવ્યું છે, કારણ કે તે સ્પષ્ટ થઈ ગયું છે કે લોન ચુકવણી નહીં કરવાની સ્થિતિમાં ચીન ધિરાણ આપનારા દેશો પર દબાણ કરી અનેક કરાર માટે મજબૂર કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે