શું તમારો મોદી સ્ટેડિયમમાં ફોન ખોવાયો છે? તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો, એક શંકા..અને ઝડપાઈ આખી ગેંગ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ગાંધીનગરમાં મોબાઇલ ચોરી કરતી ઝારખંડની ગેંગ પકડાઈ, હાથમાં આઈફોન, પગમાં સાદા સ્લીપર, પોલીસ કોન્સ્ટેબલને શંકા ગઈ તો આખી ગેંગ પકડાય 

શું તમારો મોદી સ્ટેડિયમમાં ફોન ખોવાયો છે? તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો, એક શંકા..અને ઝડપાઈ આખી ગેંગ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી ઝારખંડ અને ઓડીસાની ગેંગ ઝડપાઈ છે. આરોપી પાસેથી અમરાઈવાડી પોલીસે 102 મોબાઈલ કબજે કર્યા છે. આરોપી ભીડભાળવાળી જગ્યાનો લાભ લઇ મોબાઈલ ચોરી કરતા હોવાની હકીકત સામે આવી છે. સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી પણ મોબાઈલ ચોર્યા હોવાનું સામે આવ્યું.

અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર થઈ રહેલા મોબાઇલ ચોરીના બનાવો વધતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સટેબલ અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેની નજર એક શખ્સ પર પડી હતી. જે શખ્સ દેખાવમાં સામાન્ય અને ગરીબ દેખાય રહ્યો હતો. જેના પગમાં સ્લીપર હતા સાદા અને મોંઘા ફોન એવા આઈફોનથી વાત કરી રહ્યો હતો.

આ શખ્સની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે આ ફોન તેને તેના ગેંગના સાગરીતોએ આપ્યો છે. આ ગેંગના સાગરીતો અમરાઈવાડીમાં મકાન ભાડે રાખી પાંચ આરોપીઓ રહે છે અને શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા છે. જેમના ઘરની તપાસ કરતા ઘરમાંથી 12 લાખથી વધુની કિંમતના 102 મોબાઈલ મળી આવ્યા જે તમામ ચોરીના હતા. જેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી મહંમદ જહીરુદ્દીન શેખ, જીતેન્દ્ર સહાની. ટીંકુ ચૌધરી. અમિત ચૌધરી અને કરણ મોહતોની ધરપકડ કરી છે. ઉલેખનિય છે કે ગેંગ અમદાવાદ આવા જવા માટે એરો પ્લેનનો ઉપયોગ કરતા હતા.

અમરેવાડી પોલીસે પાંચે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીઓ ઝારખંડથી અમદાવાદ આવતા ટ્રેનમાં પણ મોબાઈલ ચોરી કરતા. એ સિવાય બસ કે રીક્ષામાં પણ મુસાફરી કરતા લોકોના મોબાઈલની ચોરી કરતા. ઉપરાંત કોઈપણ જગ્યાએ ભીડ ભેગી થઈ હોય તેવી જગ્યાએ જઈ મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ અમદાવાદ ગાંધીનગર તથા આસપાસના અન્ય વિસ્તારમાંથી પણ મોબાઈલ ચોરીને અંજામ આપ્યો હતો. મહત્વનું છે કે, આરોપીઓ ચોરીના તમામ મોબાઈલ ઓડીશા ખાતે વેચાણ કરતા હતા અને ત્યારબાદ અન્ય આરોપીઓ મોબાઈલનો નિકાલ કરતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હકીકત સામે આવી કે આરોપીઓ માત્ર સાત જ દિવસમાં 102 મોબાઈલ ચોર્યા હતા. સાથે જ એક મોંઘી દાટ સાયકલ પણ કબ્જે કરી છે, જે ચોરી કરી હતી. મહત્વનું છે કે 12 લાખથી વધુના મોબાઇલ આરોપીઓ માત્ર 6-7 લાખમા ઓડીસા વેંચી દેવાના હતા. જોકે તે પહેલા પોલીસે આરોપી ઝડપી લીધા છે. સાથે જ જે લોકોના મોબાઈલ ચોરી થયા છે. તેમણે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news