Modasa: કર્મની કઠણાઈ મુજબ વર્ષો પહેલા યુવક અનાથ થયો, આજે તેના બન્ને સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
મોડાસાના સાકરિયા નજીક ફિઝિકલ ટેસ્ટ આપવા આવેલા એક યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેનું કરૂણ મોત નિપજ્યું છે. નાનપણથી જ પોતાના માતા-પિતા ગુમાવનાર યુવકને નોકરી મળે તે પહેલાં જ કરૂણ મોત મળ્યું છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યમાં હાલ હોમગાર્ડની ભરતી પ્રક્રિયા ચાલું છે. જેના કારણે પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા યુવકો તનતોડ મહેનત કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત એવા સમાચાર સામે આવે છે જેણે સાંભળીને કઠણ હૃદયના માનવીને પણ ઓગળી નાંખે છે. આવો જ એક કિસ્સો મોડાસાના સાકરિયા નજીક સામે આવ્યો છે. જેમાં મોડાસાના સાકરિયા નજીક ફિઝિકલ ટેસ્ટ આપવા આવેલા એક યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેનું કરૂણ મોત નિપજ્યું છે. નાનપણથી જ પોતાના માતા-પિતા ગુમાવનાર યુવકને નોકરી મળે તે પહેલાં જ કરૂણ મોત મળ્યું છે. જેના કારણે અનાથ યુવક હોમગાર્ડની ભરતીમાં જિંદગીની દોડ હાર્યો હતો.
ઈતિહાસનું પુનરાવર્તન, બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મોડાસાના ભીલકુવા ગામના રણજીતસિંહ રજુસિંહ પરમાર (ઉ.વ.26) રવિવારે હોમગાર્ડની ભરતીમાં ગયો હતો. યુવકનો ફિઝીકલ ટેસ્ટ લેવાઈ ગયા બાદ અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો. જોકે યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. નાનપણથી જ માતા પિતા ગુમાવનાર યુવક કાકા સાથે રહીને ઉછર્યો હતો. જોકે તેનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોક છવાયો છે. યુવક નાનપણથી મા-બાપની છત્રછાયા ગુમાવી દીધા પછી માંડમાંડ જિંદગી ચલાવી રહ્યો હતો. આ યુવકના થોડાક વર્ષ પહેલા લગ્ન થતાં બે સંતાનો છે. યુવક નાનપણમાં અનાથ થયો હતો, તેમ તેના બે સંતાનો પણ પિતા વગરના થયા છે. કર્મની કઠણાઈ મુજબ વર્ષો પહેલા યુવક અનાથ થયો હતો. આજે તેના બન્ને સંતોનાએ પણ પિતાનું છત્ર ગુમાવ્યું છે.
જાણો ઘટનામાં શું બન્યું હતું?
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મોડાસાના સાકરિયા નજીક હોમગાર્ડની ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવકો ગયા હતા. તાલુકાના ભીલકૂવા ગામનો યુવક રણજીતસિંહ રજુસિંહ પરમાર ઉ.વ.26 પણ ભરતીમાં જોડાયો હતો. નાનપણથી જ યુવકે માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધા હોવાથી કાકા કાકીએ તેનો ઉછેર કર્યો હતો. યુવક પગભર થવા હોમગાર્ડની ભરતીમાં નસીબ અજમાવવા આવ્યો હતો. પરંતુ તેની કમનસીબ એ તેનો પીછો છોડ્યો ન હતો. ફિઝીકલ ટેસ્ટ બાદ ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે અચાનક યુવકની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે બેસી ગયો હતો.
સારવાર મળે તે પહેલા મળ્યું કરૂણ મોત
ભરતીમાં જોડાયેલ અન્ય યુવકો તેની મદદે આવી ચઢ્યા હતા. તાબડતોડ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા 26 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેના કારણે ભરતીમાં જોડાયેલા અન્ય યુવકો અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે મોડાસા રૂરલ પોલીસ દોડી આવી હતી. મૃતકનું પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે